શોધખોળ કરો
Advertisement
IPL 2020 સુરેશ રૈના વિરૂદ્ધ CSKએ લીધો આ મોટો નિર્ણય, અહીંથી હટાવ્યો.....
સુરેશ રૈનાએ સંકેત આપ્યા હતા કે તે આ સીઝનમાં ફરીથી રમી શકે છે. પંરતુ હવે સીએસકેએ પોતાની વેબસાઈટ અપડેટ કરી છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ આ સીઝનમાં શાનદાર પ્રદર્શન નથી કરી શકી. સીએસકેએ પોતાની શરૂઆતની ત્રણ મેચમાંચી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી મે મેચમાં ટીમને પોતાના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાની ખોટ જોવા મળી રહી છે. પરંતુ 13મી સીઝનમાં ભાગ ન લઈ રહેલ સુરેશ રૈનાનું નામ હવે સીએસકેએ વેબસાઈટથી હટાવી દીધું છે.
સુરેશ રૈના કોરોના વાયરસના કહેરની વચ્ચે દુબઈથી પરત ભારત આવ્યા હતા. સુરેશ રૈનાએ કહ્યું હતું કે, તે પોતાના પરિવાર માટે જોખમ લઈ શકે એમ નથી. તેની સાથે જ રૈનાની ટીમના કેપ્ટન ધોની અને મેનેજમેન્ટ સાથે વિવાદના અહેવાલ પણ સામે આવ્યા હતા.
જોકે બાદમાં સુરેશ રૈનાએ સંકેત આપ્યા હતા કે તે આ સીઝનમાં ફરીથી રમી શકે છે. પંરતુ હવે સીએસકેએ પોતાની વેબસાઈટ અપડેટ કરી છે. સીએસકેએ પોતાના ખેલાડીઓની નવી યાદી વેબસાઈટ પર મુકી છે અને તેમાં સુરેશ રૈનાનું નામ અને તસવીર નથી.
સીએસકેના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે, સુરેશ રૈના હવે કોઈપણ કિંમત પર 13મી સીઝનમાં ભાગ લેતા જોવા નહીં મળે. સુરેશ રૈનાને લઈને સીએસકેના સીઈઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેની ટીમમાં વાપસી નહીં થાય.
ઉપરાંત હરભજન સિંહનું નામ પણ સીએસકેના ખેલાડીઓની યાદીમાંથી હટાવવામાં આવ્યું છે. હરભજન સિંહે વ્યક્તિગત કારણોથી 13મી સીઝનમાં રમવાની ના પાડી દીધી હતી.
સતત બે હાર બાદ જોકે ટીમના કોટ ફ્લેમિંગે સુરેશ રૈનાની ખોટની વાત સ્વીકારી હતી. ફ્લેમિંગનું કહેવું હતું કે, રૈનાના રહેતા ટીમમાં બેલેન્સ ઘણું મજબૂત રહે છે અને તે હવે પૂરી રીતે બગડી ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement