શોધખોળ કરો
Advertisement
IPL 2020: ખરાબ અમ્પાયરિંગથી નારાજ છે વિરાટ કોહલી, આ ફેરફારની કરી માગ
કોહલીનું આ નિવેનદ હાલમાં જ આઆપીએલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને સીએસકેની વચ્ચે એક વિવાદ બાદ આવ્યું છે,
નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટનોને ટી20 ક્રિકેટમાં વધારે અધિકાર આપવાની માગ કરી છે. કોહલીએ વાઈડ બોલ અને કમર સુધી નો બોલને લઈને આપવામાં આવેલ મેદાની અમ્પાયરોના નિર્ણય પર રિવ્યૂ લેવાની વાત કહી છે. આ પહેલીવાર છે જ્યારે વિરાટ કોહલીએ ટી20 ક્રિેટમાં આ પ્રકારના ફેરફારની માગ કરી છે.
કોહલીએ લોકેશ રાહુલની સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીતમાં કહ્યું કે, ‘એક કેપ્ટન તરીકે હું ઇચ્છું છું કે હું વાઈડ બોલ અને કમરથી ઉપરના નોબલના ખોટા નિર્ણય પર રિવ્યૂ લઈ શકું.”
કોહલીનું માનવું છે કે, અમ્પાયરના એક ખોટા નિર્ણયથી મેચની તસવીર બદલાઈ શેક છે. તેમણે કહ્યું કે, ‘અમે ભૂતકાળમાં જોયું છે કે, આ આવા નિર્ણય ટી20 મેચ અને આઈપીએલ જેવી ટૂર્નામેન્ટ પર કેટલો મોટો પ્રભાવ પાડી શકે છે.”
કોહલીનું આ નિવેનદ હાલમાં જ આઆપીએલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને સીએસકેની વચ્ચે એક વિવાદ બાદ આવ્યું છે, જેમાં મેદાન પર હાજર અમ્પાયર પોલ રાઈફલ વાઈડ બોલનો નિર્ણય આપવાના હતા પરંતુ ધોનીની પ્રતિક્રિયા બાદ તેમણે નિર્ણય બદલી નાખ્યો.
ચેન્નઈ અને હૈદ્રાબાદની વચ્ચે મંગળવારે રમાયેલ મેચમાં હૈદ્રાબાદની ઇનિંગની 19મી ઓવરમાં શાર્દૂલ ઠાકુરના બોલ પર પોલે વાઈડ બોલનો નિર્ણય લેવા માટે પોતાના હાથ ખોલી દીધા હતા. પરંતુ ઠાકુર અને ધોનીની પ્રતિક્રિયા બાદ તેણે પોતાનો નિર્ણય બદલી નાંખ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion