શોધખોળ કરો
Advertisement
IPL 2020: વિરાટ કોહલીનો ખુલાસો, KKRની આ ભૂલને બનાવ્યો RCBની જીતનો રસ્તો
સિરાજે બેંગલોર માટે ત્રણ વિકેટ લીધી. તેણે જ ટીમને શાનદાર શરૂઆત અપાવી.
દુબઈઃ આઈપીએલમાં બુધવારે આ સીઝનનો સૌથી ઓછા સ્કોરની મેચ જોવા મળી. કેકેઆરની ટીમને આરસીબી સામે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 84 રન બનાવ્યા. કેકેઆરના કેપ્ટન ઈયોન મોર્ગને આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ એકતરફી જીત મેળવ્યા બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ હારવાનું ટીમ માટે સારું ગણાવ્યું હતું.
કોહલીનું કહેવું છે કે, તે ટોસ જીતીને બેટિંગ કરત. કોહલીએ કહ્યું, “હું નવા બોલથી વોસિંગ્ટન સુંદરન પાસે બોલિંગ કરાવવા વિશે વિચારી રહ્યો હતો. ટોસ હારવાનું સારું રહ્યું હતું, કારણ કે અમે ટોસ જીત્યા હોતતો અમે પણ બેટિંગ કરત.”
કેકેઆર વિરૂદ્દ મેચમાં સિરાજની ટીમમાં વાપસી થઈ હતી. તેમણે કહ્યું કે, “અમારી રણનીતિ સુંદર અને ક્રિસ મૌરિસની સાથે બોલિંગની શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં અમે મૌરિસ અને મૌહમ્દમ સિરાજની સાથે જવાનો નિર્ણય કર્યો હતો. મેનેજમેન્ટે એક સિસ્ટમ બનાવી છે જેમાં યોગ્ય રીતે રણનીતિ બનાવવામાં આવે છે. અમારી પાસે પ્લાન-એ, પ્લાન બી અને પ્લાન-સી રહે છે.”
સિરાજે બેંગલોર માટે ત્રણ વિકેટ લીધી. તેણે જ ટીમને શાનદાર શરૂઆત અપાવી. સિરાજના વખાણ કરતાં કોહલીએ કહ્યું, “વિતેલું વર્ષ સિરાજ માટે મુશ્કેલ રહ્યું હતું અને ઘમાં લોકો તેના પર વરસ્યા હતા. આ વર્ષે તેણે ઘણી મહેનત કરી છે અને નેટ્સમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તેનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે તે પ્રક્રિયાનું પાલન કરે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement