શોધખોળ કરો
Advertisement
IPL Auction 2021: ભાવનગરના ટેમ્પોચાલકનો પુત્ર ચેતન સાકરિયા 1.2 કરોડમાં વેચાયો, જાણો કઈ ટીમે ખરીદ્યો ?
ક્રિકેટર બનવાના સપનાને સાકાર કરવા માટે કઠિન મહેનત બાદ માત્ર 22 વર્ષીય ચેતન સાકરીયાનું સપનું પૂરું થયું છે. ચેતન સાકરિયાએ 13-14 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
ભાવનગરના યુવા ક્રિકેટર ચેતન સાકરિયાને આરસીબીએ 1.2 કરોડમાં ખરીદ્યો છે. ચેતન સાકરીયા સૌરાષ્ટ્રના સૌથી ફાસ્ટ બોલર તરીકે ખ્યાતિ મેળવવાથી રાજસ્થાન રોયલ્સની ટીમે તેને 1.2 કરોડમાં ખરીદ્યો છે.
ભાવનગરના વરતેજ ગામના અને સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારના ચેતનને બાળપણથી ક્રિકેટ રમવાનો જબરો શોખ હતો. હાલ ભાવનગરનો યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરીયા રાજસ્થાન રોયલ ટીમમાં પસંદગી થતાં પરિવારમાં તેમજ ભાવનગરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક સમયે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું હતું.
ક્રિકેટર બનવાના સપનાને સાકાર કરવા માટે કઠિન મહેનત બાદ માત્ર 22 વર્ષીય ચેતન સાકરીયાનું સપનું પૂરું થયું છે. ચેતન સાકરિયાએ 13-14 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, તેના પપ્પા (કાનજીભાઈ) ટેમ્પો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, અને ચેતનના મમ્મી હાઉસવાઈફ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement