CSK vs SRH: ચેન્નઈએ સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ગાયકવાડ-ડૂપ્લેસિસની શાનદાર બેટિંગ
ઋતુરાજ ગાયકવાડે 75 અને ડૂ પ્લેસિસે 56 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી રાશિદ ખાને 3 વિકેટ ઝડપી હતી.
CSK vs SRH : આઇપીએલની 14મી સીઝનની 23મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવી દીધું હતું. ઋતુરાજ ગાયકવાડે 75 અને ડૂ પ્લેસિસે 56 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી રાશિદ ખાને 3 વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ચેન્નઈને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ચેન્નઈએ 18.3 ઓવરમાં ચેઝ કર્યો હતો.
હૈદરાબાદ તરફથી મનિષ પાંડેએ આક્રમક બેટિંગ કરતા 61 રન અને વોર્નરે 57 રન બનાવ્યા હતા.
ચેન્નઈ તરફથી લુંગી એન્ગિડી 2 વિકેટ અને સેમ કરને 1 વિકેટ ઝડપી હતી.
ચેન્નઈનની ટીમ : મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, શાર્દૂલ ઠાકુર, લુંગી એન્ગિડી અને દીપક ચહર
હૈદરાબાદ: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, વિજય શંકર, કેદાર જાધવ, રાશિદ ખાન, જગદીશ સુચિત, સંદીપ શર્મા, ખલીલ અહેમદ અને સિદ્ધાર્થ કોલ