શોધખોળ કરો

IPL 2021: IPLમાં હેટ્રિક લેનારો હર્ષલ પટેલ અમદાવાદ પાસેના ક્યા ગામનો છે ? પરિવાર અમેરિકા જતો રહ્યો ત્યારે કોણે તેની સાથે રહેલું ?

IPL Hat Tricks: હર્ષલ પટેલે દમદાર બોલિંગ કરી હતી. હર્ષલ પટેલે ઈનિંગની 17મી ઓવરમાં હેટ્રિક ઝડપી હતી

IPL Updates: રવિવારે રાત્રે રમાયેલા આઈપીએલ 2021ના 39માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું હતું. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા હર્ષલ પટેલે હેટ્રિક ઝડપી હતી. ટોસ હાર્યા પછી RCBએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 165 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 18.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

હર્ષલે ટી-20ના આ દિગ્ગજોને આઉટ કરી લીધી હેટ્રિક

હર્ષલ પટેલે દમદાર બોલિંગ કરી હતી. હર્ષલ પટેલે ઈનિંગની 17મી ઓવરમાં હેટ્રિક ઝડપી હતી. હર્ષલ પટેલે  પહેલા હાર્દિક પંડ્યા (3)ને કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ પોલાર્ડ (7 રન) ને બોલ્ડ કર્યો હતો અને  ત્યારબાદ હર્ષલે રાહુલ ચાહર (0)ને LBW આઉટ કરી પોતાની હેટ્રિક પૂરી કરી હતી.  હર્ષલ પટેલે એડન મિલ્ને (0)ને બોલ્ડ કરી પોતાની ચોથી વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે  આ સીઝનની પ્રથમ હેટ્રિક લીધી હતી.

ક્યાંનો વતની છે હર્ષલ પટેલ

આઈપીએલ 2021માં હેટ્રિક લેનારો હર્ષલ પટેલ અમદાવાદ નજીક આવેલા સાણંદનો વતની છે. 2009-10  અંડર-19 વિનું માંકડ ટ્રોફીમાં તેણે શાનદાર એવરેજથી 23 વિકેટ લીધી હતી. જે બાદ તેણે 2009-10માં ગુજરાતની ટીમ તરફથી  વન ડે ડેબ્યૂ કર્યુ હતું. આ દરમિયાન તેના પરિવારે અમેરિકા સ્થાયી થવાનો ફેંસલો કર્યો હતો પરંતુ તેના ભાઈ તપન પટેલે તેની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.

2010માં અંડર-19 વર્લ્ડકપમાં પણ તેની પસંદગી થઈ હતી. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ કોન્ટ્રાક્ટ મેળવનારા ત્રણ ખેલાડી પૈકીનો એક હતો. શાનદાર પ્રદર્શન છતાં ગુજરાતની ટીમના પસંદગીકર્તા દ્વારા અવગણના કરવામાં આવતાં તેણે હરિયાણા તરફથી રમવાનો ફેંસલો કર્યો હતો. 2011-12ની રણજી ટ્રોફી સીઝનમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્વાર્ટર ફાઈનલ અને સેમિ ફાઇનલમાં તેણે જબરદસ્ત દેખાવ કર્યો હતો. 2012માં આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કરાર કર્યો હતો.

આઈપીએલમાં અત્યાર સુધી કેટલી નોંધાઈ છે હેટ્રિક

આઈપીએલમાં અત્યાર સુધી કુલ 20 હેટ્રિક નોંધાઈ છે. લક્ષ્મીપતિ બાલાજીએ 2008માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતાં પ્રથમ હેટ્રિક લીધી હતી.  હાલ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો અક્ષર પટેલ આઈપીએલમાં હેટ્રિક લેનારો પ્રથમ ગુજરાતી બોલર છે. તેણે 2016માં કિંગ્સ ઈલેવન પંજાબ તરથી પતમાં ગુજરાત લાયન્સ સામે હેટ્રિક લીધી હતી. 2017માં જયદેવ ઉનડકટે રાઇઝિંગ પુણે સુપર જાયંટ તરફથી રમતાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હેટ્રિક લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય

Embed widget