IpL 2021: મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ નવી જર્સીમાં જોવા મળશે, જાણો ટ્વિટ કરી શું કરી જાહેરાત
મુંબઈ ઈન્ડિયન્સના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરી ટીમના ચાહકોને તેની જાણકારી આપવામાં આવી છે. સાથે જ લખ્યું કે અમે આઇપીએલ 2021માં નવા રંગ સાથે ગર્વથી ઉતરીશું મુંબઇની પલ્ટન તૈયાર છે.
મુંબઈ: મુંબઇ ઈન્ડિયન્સ(Mumbai Indians)ની ટીમ દ્વારા IPL 14મી સીઝન માટે ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરી ટીમના ચાહકોને તેની જાણકારી આપવામાં આવી છે. સાથે જ લખ્યું કે અમે આઇપીએલ (IPL)2021માં નવા રંગ સાથે ગર્વથી ઉતરીશું મુંબઇની પલ્ટન તૈયાર છે. મુંબઇ પાસે સતત ત્રીજીવાર આઇપીએલ જીતવાની તક છે.
જર્સીમાં મુંબઇ(Mumbai )ની ઓળખ સમાન વાદળી અને ગોલ્ડન કલરની છે. આઇપીએલની પહેલી બે સીઝનમાં મુંબઇની ટીમે લાઇટ બ્લુ કલરની જર્સીમાં જોવા મળી હતી. અને ત્યાર બાદ મુંબઇની ટીમે 2010માં ડાર્ક બ્લુ કલરની જર્સી પહેરી હતી. અને તે વર્ષે જર્સીનો રંગ બદલવોએ ટીમ માટે ફાયદા કારક રહ્યો હતો. અને પહેલી વાર ટીમ આઇપીએલના ફાઈનલમાં પહોચીં હતી. ટીમ ફાઇનલ તો ન જીતી શકી પરંતુ ત્યારથી જ ટીમનો દબદબો ટુર્નામેન્ટમાં રહ્યો હતો. જુની જર્સીની જેમ આ જર્સીના ખભાના ભાગ પર ગોલ્ડન રંગ આપવામાં આવ્યો છે. જર્સીમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. જ્યારે બોર્ડર અને કોલરનો કલર નારંગી રાખવામાં આવ્યો છે. IPLની પહેલી બે સીઝનમાં મુંબઇની ટીમે લાઇટ બ્લુ કલરની જર્સીમાં જોવા મળી હતી.
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ આ વર્ષે ઈતિહાસ રચવાનો પ્રયત્ન કરશે. મુંબઇ પાસે સતત ત્રીજીવાર આઇપીએલ(IPL) જીતવાની તક છે. જો આવુ થઇ જાયતો સતત ત્રણ વાર આઇપીએલ(IPL)નું ટાઇટલ જીતવામાં સફળ થનારી એકમાત્ર ટીમ બની જશે.
મુંબઇ 2019 અને 2020માં સતત બે વાર આઇપીએલની વિજેતા ટીમ રહી છે. ગત વર્ષે રોહિત શર્મા(Rohit sharma )ની કેપ્ટનશીપમાં ચેન્નાઇ સુપરકિંગ્સ(CSK) બાદ આઇપીએલ(IPL)નું ટાઇટલ જીતનારી બીજી ટીમ બની હતી. ગત સીઝનની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ(Delhi capitals)ને હરાવીને મુંબઇ 5મી વખત આઇપીએલ જીતી હતી. આ સીઝનમાં ઓપનિંગ મેચ મુંબઇ ( Mumbai) ઈન્ડિયન્સની મેચ 9 એપ્રિલે કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ(RCB) બેંગ્લોર સાથે થશે.