IPL 2021: મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ક્યારે પહોંચશે દુબઈ ?
IPL 2021ના બીજા તબક્કામાં ધોનીની આગેવાનીવાળી CSK ટીમ 19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. 13 મેચ દુબઇમાં યોજાશે. દસ મેચ શારજાહમાં યોજાશે. જ્યારે આઠ અબુધાબીમાં થશે.
નવી દિલ્હીઃ આ વર્ષે મે મહિનામાં કોરોનાની બીજી લહેર દરમિયાન, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં ચેપના કેસ મળ્યા બાદ ભારતમાં રમાઈ રહેલી IPL મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ 19 સપ્ટેમ્બરથી બાકીની મેચો દુબઈમાં રમાશે. આઈપીએલની ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ શુક્રવારે દુબઈ જશે.
એએનઆઈને સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, મુંબઈ ઈન્ડિયન્સ શુક્રવારે દુબઈ પહોંચશે અને આ માટે લેખિત મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. મુંબઈના ખેલાડીઓને યુએઈના નિયમ મુજબ ક્વોરન્ટાઈન થવું પડશે. હાલ તેઓ બાયો બબલમાં જ પ્રેક્ટિસ કરી રહ્યા છે.
મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે
IPL 2021ના બીજા તબક્કામાં ધોનીની આગેવાનીવાળી CSK ટીમ 19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. કોરોના કેસને કારણે લીગ સ્થગિત થયા પહેલા CSK ની ટીમ સાત મેચમાંથી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને હતી.
IPL 2021: Defending champions Mumbai Indians look to land in Dubai on Friday
— ANI Digital (@ani_digital) August 11, 2021
Read @ANI story | https://t.co/zEAH5JbW8t#IPL2021 pic.twitter.com/YR7RU319sq
કેટલા વાગે શરૂ થશે મેચ
યુએઈમાં 13 મેચ દુબઇમાં યોજાશે. દસ મેચ શારજાહમાં યોજાશે. જ્યારે આઠ અબુધાબીમાં થશે. સાત મેચ ડબલ-હેડર હશે, જેમાં પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી તરફ સાંજે જે મેચો આયોજીત કરવામાં આવી છે તે તમામ મેચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
દિલ્હી-બેંગ્લોર વચ્ચે અંતિમ મેચ
અંતિમ મેચ 8 ઓક્ટોમ્બરે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પ્રથમ ક્વોલિફાયર મુકાબલો 10 ઓક્ટોબરના રોજ દુબઈમાં યોજાશે. જ્યારે કે એક એલિમિનેટર અને ક્વોલિફાયર 2 11 અને 13 ઓક્ટોબરના રોજ શારજહામાં રમાશે. IPLની આ સિઝનનો ફાઈનલ મુકાબલો દુબઈમાં 15 ઓક્ટોબર યોજાશે.
રમાઈ ચુકયા છે 29 મુકાબલા
અનેક ટીમોમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનને 4 મેના રોજ સ્થગિત કરી દેવામાં આવી હતી. 2 મે સુધી કુલ 29 મુકાબલા રમાયા હતા. આઈપીએલ 2021 સ્થગિત થઈ ત્યાં સુધીમાં દિલ્હી કેપિટલ્સ આઠ મેચમાં છ જીત સાથે પ્રથમ સ્થાને હતું. ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ મેચમાં જીત સાથે બીજા નંબર પર હતું. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની આરસીબી પાંચ મેચમાં જીત સાથે ત્રીજા ક્રમે હતું.