IPL 2021, SRH vs DC : સનરાઈઝર્સ હૈદરાબાદનો કયા ખેલાડીનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ ? જાણો આજની મેચ રમાશે કે નહીં
IPL Updates: ખેલાડી ઓઈલોસેટ થઈ ગયો છે અને સ્કવોડથી પણ હટી ગયો છે. તેનામાં હળવા લક્ષણો છે અને તેના સંપર્કમાં આવેલા છ ખેલાડી પણ આઈસોલેટ થઈ ગયા છે
IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બીજા તબક્કામાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાશે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો ટી નટરાજન કોરોના સંક્રમિત થયો છે. આરટી-પીસાર ટેસ્ટમાં તે કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. ખેલાડી ઓઈલોસેટ થઈ ગયો છે અને સ્કવોડથી પણ હટી ગયો છે. તેનામાં હળવા લક્ષણો છે અને તેના સંપર્કમાં આવેલા છ ખેલાડી પણ આઈસોલેટ થઈ ગયા છે.પરંતુ દિલ્હી અને સનરાઇઝર્સ વચ્ચેની મેચ નિર્ધારીત સમયે જ રમાશે, કેમકે અન્ય ખેલાડીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
પ્રથમ તબક્કાની સમાપ્તિ વખતે દિલ્હીની ટીમ 8 મેચમાં 12 પોઇન્ટ સાથે ટોચ પર હતી, જ્યારે હૈદરાબાદની ટીમ 7 મેચમાં 2 પોઇન્ટ સાથે તળિયે હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 14 માં મંગળવારે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. જીત સાથે રાજસ્થાન રોયલ્સે પ્લેઓફ માટે મજબૂત દાવો કર્યો છે. આ સાથે જ આ વખતે પણ પંજાબ કિંગ્સ માટે પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ભય છે. ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ જો કે નંબર વન પર છે.
ખૂબ જ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને બે રને હરાવ્યું. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સના 8 પોઇન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે, જેમાંથી તેણે ચારમાં જીત મેળવી છે જ્યારે ચારમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી
પંજાબ કિંગ્સે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 9 મેચ રમી છે. પંજાબ કિંગ્સ 9 માંથી 6 મેચ હારી છે અને ત્રણ જીતી છે. પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. પંજાબ કિંગ્સે પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની પાંચ મેચ જીતવી પડશે.