IPL 2021, MI vs CSK: આઈપીએલ 2021ની બાકી રહેલો મેચોની શરૂઆત આ બે ટીમોની ટક્કરથી થશે
આઈપીએલની બાકી મેચનું શિડ્યૂલ જાહેર.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે અધવચ્ચેથી મુલતવી રાખવામાં આવેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની બાકીની મેચનું શિડ્યૂલ સામે આવ્યું છે. જે મુજબ 19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, 19 સપ્ટેમ્બરે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ત્રણ વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. જોકે બીસીસીઆઈ તરફથી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ 14મી સીઝનની બાકીની 31 મેચ દુબઈ, અબુ ધાબી અને શારજહામાં રમાશે. જ્યારે ટૂર્નામેંટની ફાઈનલ 15 ઓક્ટોબરો દુબઈમાં રમાશે.
19 ઓક્ટોબરે પ્રથમ ક્વોલિફાયર
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આઈપીએલ 2021ની પ્રથમ ક્વોલિફાયર 10 ઓક્ટોબરે રમાશે. આ મેચ દુબઈમાં રમાશે. જે બાદ 11 ઓક્ટોબરે શારજહાં એલિમિનેટર મુકાબલો રમાશે. તેના બે દિવસ બાદ 13 ઓક્ટોબરે બીજી ક્વોલિફાયર રમાશે.
રમાઈ ચુકયા છે 29 મુકાબલા
અનેક ટીમોમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનને 4 મેના રોજ સ્થગિત કરી દેવામાં આવી હતી. 2 મે સુધી કુલ 29 મુકાબલા રમાયા હતા. આઈપીએલ 2021 સ્થગિત થઈ ત્યાં સુધીમાં દિલ્હી કેપિટલ્સ આઠ મેચમાં છ જીત સાથે પ્રથમ સ્થાને હતું. ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ મેચમાં જીત સાથે બીજા નંબર પર હતું. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની આરસીબી પાંચ મેચમાં જીત સાથે ત્રીજા ક્રમે હતું.
IPL 2021: Mumbai Indians to face off against Chennai Super Kings on September 19
— ANI Digital (@ani_digital) July 25, 2021
Read @ANI Story | https://t.co/kdJxvVbPco#IPL2021 #MumbaiIndians #ChennaiSuperKings #Cricket pic.twitter.com/v3OoIr71WP
ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,742 નવા કેસ અને 535 લોકોના મોત થયા છે. ઉપરાંત 39,972 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે કુલ એક્ટિવ કેસનો આંકડો 4,08,212 પર પહોંચ્યો છે. કુલ 3,05,43,138 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,20,551 છે. દેશમાં કોરોનાથી કુલ રસીકરણનો આંક 43,31,50,864 પર પહોંચ્યો છે.