PBKS vs RR: રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 2 રને આપી હાર
IPL 2021, Match 31, PBKS vs RR: IPL-14ની 31મી મેચ આજે મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સની 2 રનથી જીત થઈ છે.

Background
IPL-14ની 31મી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 2 રને હાર આપી છે. રાથસ્થાન રોયલ્સ છેલ્લી ઓવરમાં 4 રન પણ ન કરી શકી. રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં પંજાબના કેપ્ટન કે.એલ.રાહુલ અને મયંક અગ્રવાલે 120 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. પંરતુ રાહુલ અને મયંક અગ્રવાલના આઉટ થયા બાદ ટીમ સારુ પ્રદર્શન ન કરી શકી.
રાજસ્થાને હારેલી બાજી જીતી
રાજસ્થાને હારેલી બાજી જીતી લીધી છે. રાજસ્થાને પંજાબને 2 રનથી હરાવ્યું છે. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે શાનદાર ઈનિંગ રમતા ટીમને જીતની નજીક પહોંચાડી દિધી હતી. પરંતુ રાહુલ અને અગ્રવાલના આઉટ થયા બાદ ટીમ સારુ પ્રદર્શન ન કરી શકી.




















