શોધખોળ કરો
Advertisement
IPL 2021 : મુંબઈ ઈન્ડિન્યસ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે પ્રથમ મુકાબલો, જાણો આ વખતે શું છે ખાસ
આઇપીએલ 2021ની સિઝન માટેનુ શિડ્યૂલ જાહેર થઇ ચૂક્યુ છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021નુ ફૂલ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે.
નવી દિલ્હીઃ આઇપીએલ 2021ની સિઝન માટેનુ શિડ્યૂલ જાહેર થઇ ચૂક્યુ છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021નુ ફૂલ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે, લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે.
પ્રથમ મેચ મુંબઈ અને બેંગલોર
આ ટૂર્નામેન્ટનું આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે. સિઝનની પહેલી મેચ 9 એપ્રિલ 2021માં ચેન્નાઇમાં રમાશે. અહીં મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે મેચ રમાશે. આઈપીએલ-14નો પ્રથમ મુકાબલો નવ એપ્રિલે ચેન્નઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિન્યસ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ફાઈનલ
દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્લેઓફ અને 30 મે 2021એ અહીં ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે. અમદાવાદમાં જ પ્લેઓફના મુકાબલા રમાશે.
કોઈપણ ટીમને ઘરેલૂ મેદાન નહી મળે
લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે. અમદાવાદમાં 8 મેચો રમાશે. આ વખતે આઇપીએલની ખાસિયત એ છે કે તમામ મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. કોઇપણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર કોઇ મેચ નહીં રમે. દરેક ટીમ છથી ચાર મેદાનો પર પોતાની લીગ સ્ટેજ મેચ રમશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement