(Source: ECI/ABP News/ABP Majha)
Gavaskar on Raina: સુરેશ રૈના પર આઈપીએલ હરાજીમાં કોઈએ કેમ ન લગાવ્યો દાવ ? સુનીલ ગાવસ્કરે જણાવ્યું આ કારણ
IPL Auction 2022: આઈપીએલ હરાજીમાં અનેક ખેલાડીઓ માલામાલ થયા, જ્યારે સુરેશ રૈના સહિત ઘણા સ્ટાર ખેલાડી પણ કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ બોલી લગાવી નહોતી.
IPL 2022 Mega Auctions: બેંગ્લુરુમાં બે દિવસ સુધી ચાલેલી મેગા હરાજીમાં કુલ 204 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા. જેમાં સૌથી મોંઘો ઈશાન કિશન વેચાયો. મુંબઈ ઈન્ડિયન્સે તેને 15.25 કરોડમાં ખરીદ્યો. આ હરાજીમાં અનેક ખેલાડીઓનું કિસ્મત ખૂલ્યું અને કરોડપિત બન્યા. આઈપીએલ 2022ની હરાજીમાં કુલ 108 ખેલાડી કરોડપતિ બન્યા. હરાજીમાં ઘણા સ્ટાર ક્રિકેટરને કોઈ ખરીદદાર મળ્યા નહોતા. જેમાં સૌથી ચોંકાવનારું નામ મિસ્ટર આઈપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈનાનું હતું. 205 મેચ રમી ચુકેલો રૈના આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનારો ચોથો ખેલાડી છે. તે ચેન્નઈ સુપર કિંગ્સનો મુખ્ય ખેલાડી હોવા છતાં તેના પર કોઈએ બોલી નહીં લગાવતાં ક્રિકેટ પંડિતો પણ હેરાન રહી ગયા છે.
રૈના પર કોઈએ બોલી નહીં લગાવતાં ગાવસ્કરે શું કહ્યું ?
સુનીલ ગાવસ્કરે સ્પોર્ટ્સ તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમિત મિશ્રા ગત સીઝનમાં કદાચ કોઈ મેચ રમ્યો નહોતો. આ સ્થિતિમાં તે અનસોલ્ડ રહેવાથી હું હેરાન નથી પરંતુ એવું લાગે છે કે રૈનાને પસંદ કરવો જોઈતો હતો. રૈના ડાબોડી બેટ્સમેન છે અને ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. તે આ ફોર્મેટનો અનુભવી ખેલાડી છે. ગત સીઝનમાં દુબઈની પીચો પર ખૂબ બાઉન્સ હતો, તે ત્યાં થોડો ડરેલો લાગતો હતો. મને લાગે છે કે ટીમનો લાગ્યું કે ભારતમાં પણ ફાસ્ટ બોલિંગ થશે, તેને પસંદ નહીં કરવાનું આ કારણ હોઈ શકે છે. પરંતુ માત્ર ફ્રેન્ચાઇઝી જ તેમના મનમાં શું ચાલી રહ્યું હતું તે બતાવી શકે છે.
અમિત મિશ્રાને લઈ ગાવસ્કરે કહી આ વાત
અમિત મિશ્રાને લઈ મને એટલી હેરાની નથી થઈ રહી. કારણકે તે ગત સીઝનમાં ભાગ્યે જ કોઈ મેચ રહ્યો હતો. તેની બોલિંગમાં હવે પહેલા જેવી ધાર નથી રહી અને ફિલ્ડિંગ પણ ખરાબ છે. આજે સારો ફિલ્ડર હોવું અનિવાર્ય છે, કારણકે સિંગલ્સ બચાવવાની પણ જરૂર હોય છે. આ કારણે અમિત મિશ્રાની કોઇ ફ્રેન્ચાઇઝી દ્વારા પસંદગી નહીં કરવામાં આવી હોય.
આઈપીએલ હરાજીમાં કરોડપતિ બનેલા ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓ
- દીપક ચહર – 14 કરોડ
- અંબાતી રાયડુ - 6.75 કરોડ
- ડ્વેન બ્રાવો - 4.4 કરોડ
- શિવમ દુબે - 4 કરોડ
- ક્રિસ જોર્ડન - 3.60 કરોડ
- રોબિન ઉથપ્પા - 2 કરોડ
- એડમ મિલ્ને - 1.90 કરોડ
- મિશેલ સેન્ટનર - 1.90 કરોડ
- રાજવર્ધન હંગરગેકર – 1.50 કરોડ
- પ્રશાંત સોલંકી - 1.20 કરોડ
- ડેવોન કોનવે - 1 કરોડ
નોંધ- યાદીમાં રિટેન કરવામાં આવેલા ખેલાડીઓના નામ નથી, માત્ર હરાજીમાં વેચાયેલા ખેલાડીઓના નામ છે.