IPL 2022: ચહલે હેક કર્યુ રાજસ્થાન રોયલ્સનું ટ્વિટર એકાઉન્ટ, ખુદને બનાવ્યો કેપ્ટન
IPL 2022: રાજસ્થાન રોયલ્સના ટ્વિટર એકાઉન્ટના એડમિને ચહલને પાસવર્ડ આપ્યો હતો. આ પહેલા ટ્વિટર પર બંને વચ્ચે ફની ચર્ચા થઈ હતી.
IPL 2022, Rajasthan Royals: રાજસ્થાન રોયલ્સે IPL 2022ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમે હાલમાં જ તેની નવી જર્સી પણ લોન્ચ કરી છે. રાજસ્થાને આ સિઝન માટે યુઝવેન્દ્ર ચહલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ટીમ ઈન્ડિયાનો અનુભવી બોલર ચહલ આ વખતે રાજસ્થાન માટે શાનદાર પ્રદર્શન કરી શકે છે. પરંતુ આ સિઝન પહેલા જ ચહલે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું છે. તેણે રાજસ્થાન રોયલ્સનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું અને તેના પર અનેક ટ્વિટ કર્યા. ચહલે પોતાના કેપ્ટન બનવા અંગે એક ટ્વિટ પણ કર્યું છે.
રાજસ્થાન રોયલ્સના ટ્વિટર એકાઉન્ટના એડમિને ચહલને પાસવર્ડ આપ્યો હતો. આ પહેલા ટ્વિટર પર બંને વચ્ચે ફની ચર્ચા થઈ હતી. આ પછી ચહલે રાજસ્થાન રોયલ્સના એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું કે તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેણે અશ્વિન વિશે ટ્વિટ પણ કર્યું છે.
RR me twitter account me in login kar Diya hai … bola tha admin job pange mat Lena 🤣🤣 https://t.co/k3yNd6VsEx
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
Meet RR new captain @yuzi_chahal 🎉 🎉 pic.twitter.com/ygpXQnK9Cv
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે રમશે. આ મેચ 29 માર્ચે મુંબઈમાં રમાશે. રાજસ્થાનની ટીમ આ સિઝનમાં તેની છેલ્લી લીગ મેચ 20 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.
It took a tweet from @yuzi_chahal to figure out where Ash was. 😋
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
Welcome 🏡, @ashwinravi99 💗#RoyalsFamily | #TATAIPL2022 pic.twitter.com/bmCIsbyk9U
Yuzuvendra chahal Yuzi to Be suspended for One Match due to Misuse of Social Media account of #RajasthanRoyals and Violation of the IPL policy
— Tweprilayankar (@tweprilayankar) March 16, 2022
- IPL Authority Source