(Source: ECI/ABP News/ABP Majha)
IPL રમવાની ના પાડનારા આ વિદેશી ખેલાડીને તેના દેશના ક્રિકેટ બોર્ડે પણ ટીમાંથી કાઢી મુક્યો, જાણો વિગતે
બેન ઉપરાંત જેસન રૉય પર 2,500 યૂરોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઇસીબીએ
નવી દિલ્હીઃ આઇપીએલની શરૂઆત થવામા માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરેક ટીમો તૈયાર થઇ ગઇ છે, આ બધાની વચ્ચે ખબર છે કે ઇંગ્લન્ડના તોફાની ઓપનર બેટ્સમેન જેસન રૉય પર મોટી આફત આવી ગઇ છે. જેસન રૉયને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બે મેચ માટે પ્રતિબંધિત કરી દીધો છે. જોકે, આવુ કેમ કર્યુ તે માટે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કોઇ વાતનો ખુલાસો નથી કર્યો, પરંતુ કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં એવુ કહેવામાં આવી રહ્યું છે કે જેસન રૉયને આઇપીએલ ના રમવાના કારણે બેન કરી દેવામાં આવ્યો છે.
ઇસીબીએ કહ્યું કે, જેસન રૉય સ્વીકાર કર્યુ છે કે તેનુ આચરણ ક્રિકેટના હિતોના અનુકુળ ન હતુ, કે તેનાથી ક્રિકેટ, ઇસીબી અને ખુદ તેની ઇમેજને ઠેસ પહોંચી છે. ખાસ વાત છે કે જેસન રૉયનો પ્રતિબંધ આગામી બે મેચ માટેનો છે, પરંતુ જો તે વર્તન નહીં બદલે તો તેને 12 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
બેન ઉપરાંત જેસન રૉય પર 2,500 યૂરોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઇસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ક્રિકેટ અનુશાસન સમિતિની અનુશાન પેનલે જેસન રૉય વિરુદ્ધ પોતાનો ફેંસલો સંભળાવ્યો છે. જેસન રૉયે પોતાના પર લાગેલા આરોપો કબૂલ કરી લીધા છે, જે વ્યવહાર તેને કર્યો હતો તે તેને ન હતો કરવો જોઇતો. કેમ કે આનાથી ક્રિકેટ, ઇસીબી અને તેની ખુદની બદનામી થાય છે. જેસને ઇસીબીના નિર્દેશ 3.3નુ ઉલ્લંઘન કર્યુ છે.
આ પણ વાંચો........
Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ
DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે
અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે
Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન