Gujarat Titans Metaverse: મેટાવર્સમાં વિશેષ સ્થાન પર લોગોનું અનાવરણ કરશે Gujarat Titans, જાણો વિગત
IPL 2022: ગુજરાત ટાઇટન્સ તેના ચાહકો અને ખેલાડીઓના વૈશ્વિક સમુદાયને સમર્પિત વર્ચ્યુઅલ સ્પેસ પ્રદાન કરનારી ભારતની અગ્રણી સ્પોર્ટ્સ ટીમ બનશે.
Gujarat Titans Metaverse: IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે જાહેરાત કરી છે કે તેઓએ ધ ટાઇટન્સ ડગઆઉટ નામના મેટાવર્સમાં વર્ચ્યુઅલ સ્પેસ બનાવી છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ રવિવારે સાંજે 5 વાગ્યે મેટાવર્સમાં તેમના નવા લોગોનું અનાવરણ કરશે. જે આઈપીએલની આગામી સિઝન દરમિયાન ચાહકો સાથે જોડાવાનું સ્થળ હશે. આ સાથે ગુજરાત ટાઇટન્સ તેના ચાહકો અને ખેલાડીઓના વૈશ્વિક સમુદાયને સમર્પિત વર્ચ્યુઅલ સ્પેસ પ્રદાન કરનારી ભારતની અગ્રણી સ્પોર્ટ્સ ટીમ બનશે.
IPLની 15મી સિઝનમાં ડેબ્યૂ કરીને, ગુજરાત ટાઇટન્સ ધ ટાઇટન્સ ડગઆઉટ ખાતે તેમની ટીમના લોગોના અનાવરણ સાથે વર્ચ્યુઅલ વિશ્વમાં પ્રવેશ કરશે. આ ઇવેન્ટમાં મુખ્ય કોચ આશિષ નેહરા, કેપ્ટન હાર્દિક પંડ્યા અને આશાસ્પદ યુવા પ્રતિભા શુભમન ગિલ એકબીજા સાથે વાર્તાલાપ કરશે અને ધ મેટાવર્સમાં લોગો જાહેર કરશે.
📢We have some Breaking News in store for you. Stay tuned and watch this space for more😉 #GujaratTitans pic.twitter.com/pyijtselt6
— Gujarat Titans (@gujarat_titans) February 17, 2022
ગુજરાત ટાઈટન્સની ટીમ
હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જેસન રોય, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદારંગાની, રાહુલ તેવટીયા,નૂર અહમદ, આ સાઈકિશોર, ડિમોનિક ડ્રેક્સ, જયંત યાદવ, વિજય શંકર, દર્શનાલ કાંડે, યશ ધૂલે, અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યૂ વેડ, ગુરક્રિત સિંહ, વરૂણ એરોન, બી સાઈ સુદર્શન