શોધખોળ કરો

રોહિતે જાડેજાને કહ્યું, યાર તુ તો ફરી ગયો, તેં તો મને કહેલું કે..........બંને ખડખડાટ હસી પડ્યા, જુઓ વીડિયો

આ સીઝનમાં આ મુંબઈની સતત 7મી હાર હતી. રોમાંચક મેચમાં ચેન્નાઈએ મુંબઈને 3 વિકેટે હરાવ્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ગઈકાલે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં ટકરાયા હતા. મેચની શરૂઆત પહેલા બંને ટીમના કેપ્ટન વચ્ચે અદભૂત બોન્ડ જોવા મળ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રવિન્દ્ર જાડેજા ટોસ માટે આવ્યા હતા. પિચ પ્રથમ બોલિંગ કરવા માટે અનુકૂળ હોવાથી રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન એક રસપ્રદ ઘટના સામે આવી.

રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેણે કોમેન્ટેટર નિક નાઈટ સાથે વાત કરવાનું શરૂ કર્યું. રવીન્દ્ર જાડેજા જ્યારે વાત કરીને પરત ફરવા લાગ્યો ત્યારે રોહિત શર્માએ તેને પૂછ્યું 'બેટિંગ કહ્યું હતું ને તે.... ' રવિન્દ્ર જાડેજાએ હસીને કહ્યું, ના, મેં કહ્યું બોલિંગ, અને પછી બંને વચ્ચે ખડખડાટ હસવા લાગ્યા. આ જોઈને પ્રેઝન્ટર અન દર્શકો પણ હસવા લાગ્યા હતા.

નોંધનીય છે કે, આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં આ મુંબઈની સતત 7મી હાર હતી. રોમાંચક મેચમાં ચેન્નાઈએ મુંબઈને 3 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈએ 156 રનનો ટાર્ગેટ 7 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ પહેલા મુંબઈએ 7 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા.

156ના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર રુતુરાજ ગાયકવાડ ખાતુ ખોલાવ્યા વગર જ પરત ફર્યો હતો. તેને સેમસે આઉટ કર્યો હતો. તેના આઉટ થયા બાદ સેન્ટનરે ઝડપી સ્કોર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ 9 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો.

શરુઆતમાં જ 2 વિકેટ પડી ગયા બાદ ઉથપ્પા અને રાયડુએ ટીમની કમાન સંભાળી હતી. આ દરમિયાન બંનેએ 50 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ટીમને પરીણામ તરફ લઈ જાય તે પહેલાં જયદેવ ઉનડકટે તોડી નાખી હતી. ઉનડકટે ઉથપ્પાને 25 રન પર આઉટ કર્યો હતો. તેના આઉટ થયા બાદ દુબે પણ ખાસ કરી શક્યો ન હતો અને 13 રન બનાવીને આઉટ થયો હતો. રાયડુ પણ આજે વધારે રન નહોતો બનાવી શક્યો અને 40 રન બનાવીને આઉટ થયો હતો.

તેના આઉટ થયા બાદ તમામ જવાબદારી ધોની અને જાડેજા પર આવી ગઈ હતી. જો કે, જાડેજા પણ આ દબાણમાં વધુ રન ના કરી શક્યો અને માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ ડ્વેન પ્રિટોરિયસ અને ધોનીએ ચેન્નાઈનો સ્કોર આગળ વધાર્યો હતો. પ્રિટોરિયસ 22 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ ધોનીએ બાજી સંભાળી અને ટીમને રોમાંચક જીત અપાવી. ધોનીએ 13 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને આ સિઝનની બીજી જીત અપાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget