શોધખોળ કરો

IPL 2023: મોહમ્મદ શમીના નામે નોંધાયો ખાસ રેકોર્ડ, કોનવેને આઉટ કરી પૂરી કરી 100 IPL વિકેટ

IPL 2023ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Mohammed Shami: IPL 2023ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. આ રીતે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ મળ્યો છે.  મોહમ્મદ શમી સિવાય  ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાન અને અલઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે જોશુઆ લિટલને 1 સફળતા મળી હતી.

આઈપીએલમાં મોહમ્મદ શમીનો 100મો શિકાર

જોકે   મોહમ્મદ શમી ખૂબ જ ખાસ લિસ્ટમાં સામેલ થયો છે.  મોહમ્મદ શમીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં તેની IPL કરિયરની 100મી વિકેટ લીધી હતી. આ રીતે મોહમ્મદ શમી આઈપીએલમાં 100 વિકેટ ઝડપનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. બીજી તરફ આ મેચમાં મોહમ્મદ શમીની બોલિંગની વાત કરીએ તો આ ખેલાડીએ 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીએ ડ્વેન કોનવે અને શિવમ દુબેને પોતાનો શિકાર બનાવ્યો હતો.

ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર ઈનિંગ રમી

ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનોની વાત કરીએ તો ઓપનર ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 50 બોલમાં 92 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. આ સિવાય બાકીના બેટ્સમેનો કોઈ ખાસ યોગદાન આપી શક્યા ન હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ શમી ઉપરાંત રાશિદ ખાન અને અલઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 26 રન આપી 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે અલ્ઝારી જોસેફે 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશુઆ લિટલે 4 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ લીધી હતી.  

છેલ્લી ઓવરમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે ધોની

મહેન્દ્ર સિંહ ધોનીએ IPL મેચ દરમિયાન છેલ્લી ઓવરમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરમાં 52 સિક્સર ફટકારી છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીની નજીક પણ કોઈ નથી. IPL મેચ દરમિયાન છેલ્લી ઓવરમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભૂતપૂર્વ ખેલાડી કિરોન પોલાર્ડ મહેન્દ્ર સિંહ ધોની પછી બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા નંબર પર ચેન્નાઈ સુપર કિંગ્સનો રવિન્દ્ર જાડેજા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget