IPL 2023: વિરાટ કોહલીએ ખોલ્યા અનેક રાઝ, કહ્યુ- 'કેપ્ટન તરીકે મે અનેક ભૂલો કરી'
એમએસ ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી
Virat Kohli, IPL 2023, RCB, Royal Challengers Bangalore: એમએસ ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. વિરાટની કેપ્ટનશીપ દરમિયાન ભારત ભલે આઇસીસી ટ્રોફી જીતી શક્યું ન હતું, પરંતુ વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતનો દબદબો અકબંધ રહ્યો હતો. કોહલી સાથી ખેલાડીઓમાં ઘણો વિશ્વાસ રાખતો હતો. તેની કેપ્ટનશિપમાં ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય તેણે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હીની કેપ્ટનશિપ પણ કરી હતી.
કોહલીએ ઘણા ખુલાસા કર્યા
એક ઈન્ટરવ્યૂમાં કોહલીએ ખુલાસો કર્યો હતો કે એક કેપ્ટન તરીકે તેણે ઘણી ભૂલો કરી છે અને તેને સ્વીકારવામાં શરમ નથી. તેણે કહ્યું કે તેણે જે પણ કર્યું તે ટીમના ભલા માટે કર્યું. કોહલીએ 'લેટ ધેર બી સ્પોર્ટ'ના એક એપિસોડમાં કહ્યું, "હું એ સ્વીકારવામાં શરમ અનુભવતો નથી કે જ્યારે હું કેપ્ટન હતો ત્યારે મેં ઘણી ભૂલો કરી હતી, પરંતુ એક વાત હું ચોક્કસ જાણું છું કે મેં ક્યારે પણ મારા પોતાના સ્વાર્થ માટે કામ કર્યું નથી. મારું એકમાત્ર લક્ષ્ય ટીમને આગળ લઈ જવાનું હતું, નિષ્ફળતાઓ મળી રહે છે."
કોહલી હવે ભારતીય ટીમનો હિસ્સો છે પરંતુ તેણે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. રોહિત શર્મા હાલમાં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. કોહલી હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનનો ભાગ છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. જમણા હાથના બેટ્સમેને તેમના IPL 2021ના અંત સાથે RCBની કેપ્ટનશીપ પણ છોડી હતી. વર્તમાન સીઝનમાં કોહલીએ 11 મેચમાં 42.00ની એવરેજથી 420 રન બનાવ્યા છે. IPL 2023માં તેનો સ્ટ્રાઈક રેટ 133.76 છે.
Sachin Tendulkar: સચિન તેંડુલકરે સાઈબર સેલમાં નોંધાવ્યો કેસ, આ લગાવ્યા આરોપ
Sachin Tendulkar: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં ઈન્ટરનેટ પર ચાલી રહેલી ફેક વિજ્ઞાપનમાં તેનું નામ, ફોટો અને અવાજના ઉપયોગ કરવાને લઈ મામલો નોંધાવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેના નામ, ફોટા અને અવાજનો ઉપયોગ કરીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, આ નકલી જાહેરાતોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન તેંડુલકરની પ્રોડક્ટ ખરીદવા પર તમને તેની સહી કરેલી ટી-શર્ટ મળશે. સચિન તેંડુલકરની ફરિયાદ બાદ મુંબઈ પોલીસના સાયબર સેલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, 5 મેના રોજ ફેસબુક પર એક ઓઈલ કંપનીની જાહેરાત જોઈ, જેમાં ઓઈલ કંપનીએ તેંડુલકરના ફોટાનો ઉપયોગ કર્યો હતો અને નીચે લખેલું હતું કે આ પ્રોડક્ટની ભલામણ સચિન તેંડુલકરે પોતે કરી હતી. તેંડુલકરના અંગત સહાયકની ફરિયાદ અનુસાર, આવી જ જાહેરાતો ઈન્સ્ટાગ્રામ પર પણ જોવા મળી છે