શોધખોળ કરો

IPL 2023: IPLમાં યશસ્વી જયસ્વાલે મેળવી અનોખી સિદ્ધી, જાણો ક્યો રેકોર્ડ પોતાના નામે કર્યો

Indian Premier League 2023:  રાજસ્થાન રોયલ્સ (RR) ના યુવા ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ માટે IPLની 16મી સીઝન અત્યાર સુધી શાનદાર રહી છે.

Indian Premier League 2023:  રાજસ્થાન રોયલ્સ (RR) ના યુવા ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ માટે IPLની 16મી સીઝન અત્યાર સુધી શાનદાર રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં યશસ્વીએ તેની IPL કારકિર્દીના 1000 રન પણ પૂરા કર્યા. આ સીમાચિહ્ન સુધી પહોંચનાર તે બીજો સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ફરી એકવાર યશસ્વી જયસ્વાલનું આક્રમક ફોર્મ જોવા મળ્યું હતું. જયસ્વાલે પણ 18 બોલમાં 35 રનની ઝડપી ઇનિંગ રમીને IPLમાં પોતાના 1000 રન પૂરા કર્યા હતા. યશસ્વી જયસ્વાલે 21 વર્ષ 130 દિવસની ઉંમરમાં IPLમાં 1000 રન પૂરા કર્યા. આ મામલામાં તે હવે પૃથ્વી શૉને પાછળ છોડીને બીજો સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો છે. આ યાદીમાં વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ નંબર વન છે. પંતે 20 વર્ષ 218 દિવસની ઉંમરમાં 35 ઇનિંગ્સમાં IPLમાં પોતાના 1000 રન પૂરા કર્યા હતા.

યશસ્વીએ માત્ર 34 ઇનિંગ્સમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો 

યશસ્વી જયસ્વાલ IPLમાં 1000 રન પૂરા કરનાર ઈનિંગ્સના સંદર્ભમાં સંયુક્ત રીતે બીજો સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ પણ આઈપીએલમાં 34 ઈનિંગ્સમાં પોતાના 1000 રન પૂરા કર્યા. આ મામલામાં સચિન તેંડુલકર અને રૂતુરાજ ગાયકવાડનું નામ સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. બંને ખેલાડીઓએ IPLમાં 31 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા હતા. IPLની આ સિઝનમાં યશસ્વી જયસ્વાલના બેટથી શાનદાર અડધી સદીની ઇનિંગ પણ જોવા મળી છે. આ સિઝનમાં અત્યાર સુધી તેણે 11 ઇનિંગ્સમાં 43.36ની એવરેજથી 477 રન બનાવ્યા છે. જયસ્વાલ હાલમાં ઓરેન્જ કેપની રેસમાં ફાફ ડુ પ્લેસિસ પછી બીજા સ્થાને છે.

હૈદરાબાદે રાજસ્થાનને 4 વિકેટથી આપી હાર

સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને ચાર વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને બે વિકેટે 214 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં હૈદરાબાદે છ વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા અને મેચ ચાર વિકેટે જીતી લીધી હતી. અબ્દુલ સમદે છેલ્લા બોલે સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ પહેલા સંદીપ શર્માએ તેને આઉટ કર્યો હતો, પરંતુ તે નો-બોલ હતો અને સમદે ફ્રી હિટમાં સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ

રાજસ્થાન રોયલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા હતા. હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો છે. સંજૂ સેમસને અણનમ 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બટલરે 95 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો

Embed widget