શોધખોળ કરો

MI vs GT: હાર્દિક પર ભારે પડ્યો ગિલ, ગુજરાતે દિલધડક મેચમાં મુંબઈને હરાવ્યું

IPL 2024 MI vs GT Match Highlights: શુભમન ગિલની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સ (GT), અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024 ની પાંચમી મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ (MI) ને 6 રનથી હરાવ્યું.

IPL 2024 MI vs GT Match Highlights: શુભમન ગિલની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સ (GT), અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024 ની પાંચમી મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ (MI) ને 6 રનથી હરાવ્યું. ગુજરાત માટે ઉમેશ યાદવે છેલ્લી ઓવરમાં 19 રન બચાવ્યા અને બે બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો, જેમાં હાર્દિક પંડ્યા પણ સામેલ હતો. હાર્દિકે પહેલા બે બોલમાં 10 રન બનાવીને મેચ લગભગ મુંબઈના ખાતામાં લાવી દીધી હતી, પરંતુ પછી ત્રીજા બોલ પર ઉમેશે તેને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો.

એક સમયે એવું લાગતું હતું કે ગુજરાત મેચ હારી ગયું છે અને મુંબઈ સરળતાથી જીતી જશે. ગુજરાતના બોલરોએ મુંબઈના બેટ્સમેનોને બાંધી રાખ્યા અને મેચ જીતી લીધી. મુંબઈ સતત 12મી સિઝનમાં IPLની તેની પ્રથમ મેચ હારી ગયું છે. 2013 બાદ પ્રથમ મેચમાં મળેલી હાર મુંબઈનો પીછો નથી છોડી રહી.

મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 168/6 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને ટીમ માટે 45 (39 બોલ)ની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં 3 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ દરમિયાન બુમરાહે મુંબઈ તરફથી સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જ્યારે તેણે પ્રથમ ઓવરના ચોથા બોલ પર ઈશાન કિશનના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી, જેને અઝમતુલ્લાએ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો હતો. ત્યારબાદ ટીમે ઝડપી ઇનિંગ રમી રહેલા નમન ધીરના રૂપમાં ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર બીજી વિકેટ ગુમાવી હતી. નમન ધીરે 10 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા અને ડીવાલ્ડ બ્રેવિસ વચ્ચેની ભાગીદારી કામમાં ન આવી 

મુંબઈના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ડેવાલ્ડ બ્રેવિસે ત્રીજી વિકેટ માટે 77 (55 બોલ)ની શાનદાર અને મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ ભાગીદારીની મદદથી મુંબઈનો સ્કોર 100ને પાર કરી ગયો. મુંબઈને ત્રીજો ફટકો 13મી ઓવરમાં 107 રનના સ્કોર પર રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. પૂર્વ કેપ્ટને 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 43 રન (29 બોલ)ની ઇનિંગ રમી હતી. પરંતુ આ ભાગીદારી મુંબઈ માટે કોઈ કામની ન થઈ શકી.

ત્યાર બાદ ટીમને ચોથો ફટકો સારી ઇનિંગ રમી રહેલ ડેવાલ્ડ બ્રેવિસના રૂપમાં લાગ્યો હતો, જે ધીમા બોલ પર મોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. અહીંથી મેચ બદલાઈ ગઈ જ્યારે બ્રેવિસ 38 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 46 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ટીમે 18મી ઓવરમાં ટિમ ડેવિડના રૂપમાં પાંચમી વિકેટ ગુમાવી, જેણે માત્ર 1 ફોરની મદદથી 10 બોલમાં 11 રન બનાવ્યા. આ પછી, 19મી ઓવરમાં ટીમે તિલક વર્માના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી, જે 1 ફોર અને 1 સિક્સની મદદથી 25 રન (19 બોલ) બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

આ પછી, 19મી ઓવરમાં ગેરાલ્ડ કોએત્ઝી (01) આઉટ થયો હતો, જેને સ્પેન્સર જોન્સને આઉટ કર્યો હતો. ત્યારબાદ 20મી ઓવરના ત્રીજા બોલ પર મુંબઈની છેલ્લી આશા રહેલા કેપ્ટન હાર્દિક પંડ્યા આઉટ થયો હતો. હાર્દિકે 4 બોલમાં 1-1 ફોર-છગ્ગા ફટકારીને 11 રન બનાવ્યા હતા. આ પછી પિયુષ ચલવા આગલા બોલ પર ગોલ્ડન ડક પર પેવેલિયન પરત ફર્યો હતો.

ગુજરાતની બોલિંગ આવી રહી

ગુજરાત તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈ, સ્પેન્સર જોન્સન, મોહિત શર્મા અને ઉમેશ યાદવે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય સાંઈ કિશોરને એક સફળતા મળી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget