CSK vs SRH Score: ચેન્નાઈ સુપર કિંગ્સે હૈદરાબાદને 78 રનથી હરાવ્યું, તુષાર દેશપાંડેએ ચાર વિકેટ ઝડપી
IPL 2024 CSK vs SRH LIVE Score: ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. તમે આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.
LIVE
Background
IPL 2024 CSK vs SRH LIVE Score: IPL 2024 ની 46મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે 8 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. જ્યારે ચેન્નાઈએ 8 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. રુતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળની ટીમ CSK પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.
CSK vs SRH Live: ચેન્નાઈ સુપર કિંગ્સે મોટી જીત નોંધાવી
કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને ડેરીલ મિશેલની શાનદાર ઇનિંગ્સ બાદ તુષાર દેશપાંડેના નેતૃત્વમાં બોલરોના જોરદાર પ્રદર્શનને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું હતું. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા ગાયકવાડ અને મિશેલની અડધી સદી અને બીજી વિકેટ માટે બંને બેટ્સમેન વચ્ચેની સદીની ભાગીદારીના આધારે 20 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી અને આખી ટીમ 18.5 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
હૈદરાબાદને જીતવા માટે 107 રનની જરૂર
હૈદરાબાદને જીતવા માટે 36 બોલમાં 107 રનની જરૂર છે. ટીમે 14 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. ક્લાસેન 17 રન બનાવીને રમી રહ્યો છે. અબ્દુલ સમદ 11 રન બનાવીને રમી રહ્યો છે.
હૈદરાબાદને જીતવા માટે 107 રનની જરૂર
હૈદરાબાદને જીતવા માટે 36 બોલમાં 107 રનની જરૂર છે. ટીમે 14 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. ક્લાસેન 17 રન બનાવીને રમી રહ્યો છે. અબ્દુલ સમદ 11 રન બનાવીને રમી રહ્યો છે.
હૈદરાબાદને પાંચમો ફટકો, માર્કરમ 32 રન બનાવીને આઉટ
પથિરાનાએ એડિન માર્કરમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. માર્કરમ 32 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે હૈદરાબાદે પાંચમી વિકેટ ગુમાવી હતી. હૈદરાબાદે 10.5 ઓવરમાં 85 રન બનાવ્યા છે.
હૈદરાબાદને ચોથો ફટકો, જાડેજાએ રેડ્ડીને આઉટ કર્યો
રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સને મહત્વની વિકેટ અપાવી છે. નીતિશ રેડ્ડી 15 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ તેનો કેચ પકડ્યો હતો. હૈદરાબાદે 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા છે.