KKR vs DC: કોલકાતાએ નોંધાવી આ સિઝનની સૌથી મોટી જીત, દિલ્હીને 106 રને હરાવ્યું
KKR vs DC: 3 એપ્રિલના રોજ, IPL 2024 ની 16મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. KKRએ પહેલા બેટિંગ કરતા 272 રન બનાવ્યા હતા.
KKR vs DC: 3 એપ્રિલના રોજ, IPL 2024 ની 16મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. KKRએ પહેલા બેટિંગ કરતા 272 રન બનાવ્યા હતા. સુનીલ નેરેન અને અંગક્રિશ રઘુવંશીની અડધી સદી ઉપરાંત આન્દ્રે રસેલની 41 રનની તોફાની ઈનિંગ પણ કોલકાતાને મોટા સ્કોર સુધી લઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જેમાંથી તેઓ અંત સુધી રિકવર કરી શક્યા ન હતા. જોકે ડીસીના કેપ્ટન ઋષભ પંતે 55 રન બનાવ્યા અને ટ્રિસ્ટન સ્ટબ્સે 54 રનની અડધી સદીની ઇનિંગ રમી, પરંતુ ટીમને 106 રનની હારમાંથી બચાવી શક્યા નહીં.
Thunderous batting display 👏
— IndianPremierLeague (@IPL) April 3, 2024
Comprehensive bowling & fielding display 👏
A hat-trick of wins for @kkriders & they go to the 🔝 of the points table 💜
Scorecard ▶️ https://t.co/SUY68b95dG #TATAIPL | #DCvKKR pic.twitter.com/xq4plqLatQ
IPLના ઈતિહાસમાં KKRનો બીજો સૌથી મોટો સ્કોર
KKR તરફથી ફિલ સોલ્ટ અને સુનીલ નરેન ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે સોલ્ટ માત્ર 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ તે પછી સુનીલ નરેન અને અંગક્રિશ રઘુવંશી વચ્ચે બીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી થઈ હતી. એક તરફ નરેને 39 બોલમાં 85 રનની તોફાની ઇનિંગ રમી હતી જેમાં 7 ફોર અને 7 સિક્સ સામેલ હતી. જ્યારે અંગક્રિશે IPLમાં પોતાની ડેબ્યૂ ઇનિંગમાં 27 બોલ રમીને 54 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. છેલ્લી ઓવરોમાં આન્દ્રે રસેલે 41 રન બનાવ્યા હતા અને રિંકુ સિંહે પણ 8 બોલમાં 26 રનની તોફાની ઈનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. કોલકાતાએ પ્રથમ 10 ઓવરમાં 135 રન અને છેલ્લી 10 ઓવરમાં 137 રન બનાવીને દિલ્હીના બોલરોને ધોઈ નાખ્યા હતા.
રિષભ પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સની મહેનત વ્યર્થ ગઈ
દિલ્હી કેપિટલ્સ માટે ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ડીસીએ પ્રથમ 33 રનમાં 4 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી, ઋષભ પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે પાંચમી વિકેટ માટે 93 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ તે ડીસીને જીત સુધી લઈ જવા માટે અપૂરતી સાબિત થઈ હતી. પંતે 25 બોલમાં 55 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી અને સ્ટબ્સે 32 બોલમાં 54 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તે પછી ટીમ સતત વિકેટો ગુમાવતી રહી, જેના કારણે દિલ્હીને 106 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો.