શોધખોળ કરો

IPL 2026 ની હરાજી પહેલા મુંબઈ ઇન્ડિયન્સ છોડી દેશે અર્જુનનો સાથ, જાણો કઈ ટીમ વતી રમશે જુનિયર તેંડુલકર

મુંબઈ ઇન્ડિયન્સ IPL ની 19મી આવૃત્તિ (IPL 2026) માટે અર્જુન તેંડુલકરનો સાથ છોડી શકે છે, તેને ટ્રેડના માધ્યમથી LSG ટીમને સોપી શકે છે. અર્જુનને MI એ છેલ્લી મેગા હરાજીમાં ₹30 લાખમાં ખરીદ્યો હતો.

IPL 2026: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સે ગયા આવૃત્તિ માટે મેગા ઓક્શનમાં તેનr બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. જોકે અર્જુને 2025 માં એક પણ મેચ રમી ન હતી, IPL 2026 પહેલા ડિસેમ્બરમાં એક મીની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રિટેન્શન લિસ્ટ 15 નવેમ્બરે જાહેર કરવામાં આવશે, જેમાં જણાવવામાં આવશે કે કઈ ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીઓને રિટેન કરે છે અને કયા ખેલાડીઓને રિલીઝ કરે છે. આ દરમિયાન, મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે મુંબઈ અર્જુન તેંડુલકરને રિલીઝ કરી શકે છે.

મુંબઈ ઇન્ડિયન્સ કયા ખેલાડીને અર્જુન તેંડુલકરની જગ્યાએ લેશે?

ક્રિકબઝના અહેવાલ મુજબ, મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે અર્જુન તેંડુલકર અને શાર્દુલ ઠાકુર અંગે વાટાઘાટો ચાલી રહી છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે બંને ખેલાડીઓનો ટ્રેડ  શક્ય છે, જોકે તે સંપૂર્ણપણે રોકડ ટ્રાન્સફર હોઈ શકે છે.

IPL ટ્રેડ નિયમો અનુસાર, ફક્ત BCCI જ સત્તાવાર રીતે કોઈપણ ટ્રાન્સફરની જાહેરાત કરી શકે છે, તેથી કદાચ બંને ફ્રેન્ચાઇઝી ટિપ્પણી કરવામાં ખચકાટ અનુભવે છે. મુંબઈ ક્રિકેટના નજીકના એક સ્ત્રોતે ક્રિકબઝને પુષ્ટિ આપી કે બંને વચ્ચે ટ્રેડ થવાની સંભાવના છે. થોડા દિવસોમાં જાહેરાત થવાની અપેક્ષા છે.

ગયા સિઝનમાં શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન કેવું રહ્યું?

ગયા વર્ષે મેગા ઓક્શનમાં શાર્દુલ ઠાકુર વેચાયો ન હતો, ત્યારબાદ લખનૌ સુપર જાયન્ટ્સે તેને ₹2 કરોડમાં રિપ્લેસમેન્ટ તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યો. ઠાકુરે 2025ની આવૃત્તિમાં કુલ 10 મેચ રમી હતી, જેમાં 13 વિકેટ લીધી હતી. ઠાકુરે સારી બેટિંગ પણ કરી હતી, જોકે પાછલી આવૃત્તિમાં તેણે બેટથી નોંધપાત્ર યોગદાન આપ્યું ન હતું.

અર્જુન તેંડુલકરની વાત કરીએ તો, તેને પાછલી આવૃત્તિમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. અર્જુન પહેલી સિઝન (2023) થી મુંબઈ સાથે છે, પરંતુ ખાસ અસર કરવામાં નિષ્ફળ ગયો. 2023માં, અર્જુને 4 મેચ રમી હતી, જેમાં કુલ 3 વિકેટ લીધી હતી. 2024માં, તેણે ફક્ત 1 મેચ રમી હતી, જેમાં કોઈ વિકેટ લીધી ન હતી. નોંધવિય છે કે, અર્જન તેંડુલકર રણજીમાં ગોવાની ટીમ વતી રમે છે.                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget