શોધખોળ કરો
Advertisement
IPL Auction 2021: આ 10 વિદેશી ખેલાડીઓને ના મળ્યા કોઈ ખરીદદાર, જાણો
IPLની 14મી સીઝન માટેનું ઓક્શન ગુરુવારે ચેન્નઈમાં થયું હતું. આ ઓક્શન મહત્તમ 61 સ્લોટ્સ માટે થયું હતું. આ યાદીમાં 164 ભારતીય અને 128 વિદેશી ખેલાડીઓ હતા.
IPLની 14મી સીઝન માટેનું ઓક્શન ગુરુવારે ચેન્નઈમાં થયું હતું. આ ઓક્શન મહત્તમ 61 સ્લોટ્સ માટે થયું હતું. આ યાદીમાં 164 ભારતીય અને 128 વિદેશી ખેલાડીઓ હતા. જેમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સહયોગી સભ્યો પણ છે. કુલ 61 ખેલાડી માટે આઠ ફ્રેન્ચાઇઝીએ બોલી લગાવી હતી. તમામ આઠ ફ્રેન્ચાઈઝીઓએ હરાજીમાં 145.30 કરોડ રૂપિયા ખર્ચ કર્યો અને 56 ખેલાડીઓ ખરીદ્યા હતા.
જેમાં 22 વિદેશી ખેલાડીઓનો ઉમેરો થયો છે. જેમાં અનેક ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી દ્વારા ભારે રકમ સાથે ખરીદવામાં આવ્યા હતા, જ્યારે ઘણાને ખરીદદાર પણ મળ્યા ન હતા. આવું માત્ર ભારતીય ખેલાડી સાથે જ નહીં પણ વિદેશી ખેલાડીઓ સાથે પણ થયું છે. 10 વિદેશી ક્રિકેટરો એવા છે જેમને આઈપીએલ 2021ની હરાજીમાં કોઈ ખરીદદારના મળ્યા.
ઓસ્ટ્રેલિયાનો એરોન ફિંચ, ઈંગ્લેન્ડનો જેસન રોય, ઈંગ્લેન્ડનો એલેક્સ હેલ્સ, ઓસ્ટ્રેલિયાનો જેસન બેહરનડ્રોફ, ન્યૂઝિલેન્ડનો મિચેલ મેક્લેનેઘન, વેસ્ટ ઈન્ડિઝનો શેલ્ડન કોટરલ, ઓસ્ટ્રેલિયાનો શોન માર્શ, ન્યૂઝિલેન્ડનો કોરી એન્ડરસન, ઓસ્ટ્રેલિયાનો માર્નુસ લેબુશચેગન અને ઈંગ્લેન્ડનો અદિલ રશિદને આઈપીએલ 2021ની હરાજીમાં કોઈ ખરીદદાર નથી મળ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion