શોધખોળ કરો
Advertisement
IPL Auction 2021: સાત વર્ષ બાદ આ ગુજરાતી ખેલાડી વેચાયો, CSK એ આટલામાં ખરીદ્યો ?
આઈપીએલ 2021ની હરાજી અત્યાર સુધી બોલરોના નામે રહી છે. કાઈલ જૈમીસન, રિચર્ડસન, રાઈલી મેરીડિથ અને ક્રિસ મોરિસ અત્યાર સુધીમાં ખૂબ મોટી રકમાં વેચાયા છે.
ચેન્નઈ: ભારતીય ટેસ્ટ ટીમના મુખ્ય બેટ્સમેન ચેતેશ્વર પુજારા સાત વર્ષ બાદ હરાજીમાં ખરીદવામાં આવ્યો છે. પુજારાના આઈપીએલની 2021ની હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સે તેના બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. પુજારાએ પોતાની અંતિમ આઈપીએલ મેચ મે 2014માં રમી હતી.
ચેન્નઈ સુપર કિંગ્સે પુજારા સિવાય ઈંગ્લેન્ડના સ્પિનર ઓલરાઉન્ડર મોઈન અલીને પણ સાત કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે ભારતના અનકેપ્ડ સ્પિન ઓલરાઉન્ડર ગૌતમને ચેન્નઈએ 9.25 કરોડની મોટી બોલી લગાવી ટીમમાં સામેલ કર્યો છે.
આઈપીએલ 2021ની હરાજી અત્યાર સુધી બોલરોના નામે રહી છે. કાઈલ જૈમીસન, રિચર્ડસન, રાઈલી મેરીડિથ અને ક્રિસ મોરિસ અત્યાર સુધીમાં ખૂબ મોટી રકમાં વેચાયા છે. મોરિસને રાજસ્થાને 16.25 કરોડમાં ખરીદ્યો, રિચર્ડસનને પંજાબ કિંગ્સે 14 કરોડમાં, રાઈલી મેરીડિથને પંજાબ કિંગ્સે 8 કરોડમાં ખરીદ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
સુરત
Advertisement