IPL Auction 2022: વેસ્ટ ઈન્ડિઝ સામે અંતિમ વન ડેમાં શાનદાર દેખાવ કરનારા આ ખેલાડીને મળી અધધ રકમ
IPL Auction 2022: આઈપીએલની મેગા હરાજીનો આજે પ્રથમ દિવસ છે. અત્યાર સુધીમાં અનેક ભારતીય અને વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ચુકી છે. જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર નથી મળ્યા.
IPL Auction 2022: આઈપીએલની મેગા હરાજીનો આજે પ્રથમ દિવસ છે. અત્યાર સુધીમાં અનેક ભારતીય અને વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ચુકી છે. જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર નથી મળ્યા. વેસ્ટ ઈન્ડિઝ સામે અંતિમ વન ડેમાં બેટ અને બોલથી શાનદાર દેખાવ કરનારા દીપક ચહરને ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડમાં કરારબદ્ધ કર્યો છે. જેની સાથે તે ભારતના સૌથી મોંઘા ખેલાડીઓના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.
Back where he belonged - Chahar back in yellow💛💵
— IndianPremierLeague (@IPL) February 12, 2022
Congratulations @ChennaiIPL @deepak_chahar9 #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/FTxUrcID6H
કિશન હરાજીમાં વેચાયેલો બીજો સૌથી મોંઘો ભારતીય બન્યો
આ સાથે ઈશાન કિશન આઈપીએલના ઈતિહાસમાં હરાજીમાં વેચાયેલો બીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે. મુંબઈએ ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ યાદીમાં યુવરાજ સિંહ નંબર વન પર છે. તે જ સમયે, હરાજીમાં પ્રથમ વખત, મુંબઈએ કોઈ ખેલાડી માટે 10 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવી.
IPL હરાજીમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીઓ-
16.25 કરોડ - ક્રિસ મૉરિસ
16.00 કરોડ - યુવરાજ સિંહ
15.50 કરોડ - પેટ કમિન્સ
15.25 કરોડ - ઇશાન કિશન*
15.00 કરોડ - કાઇલી જેમીસન
વોશિંગ્ટન સુંદર અને કૃણાલ પંડ્યાને પણ મોટી રકમ મળી
વોશિંગ્ટન સુંદર, જે ગત સિઝન સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો, તેને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 8.75 કરોડમાં ખરીદ્યો હતો લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહેલા કૃણાલ પંડ્યાને લખનૌ સુપર જાયન્ટ્સે 8.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
શ્રીલંકાના હસરંગાને લાગી લોટર, બન્યો અત્યાર સુધીનો સૌથી મોંઘો શ્રીલંકન ખેલાડી
શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાની કિસ્મત પણ ચમકી છે. તેને બેંગ્લોરની ટીમે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. આઈપીએલના ઈતિહાસમાં સૌતી મોંઘો વેચાયેલો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી કોઈ પણ શ્રીલંકન ખેલાડીને વિશ્વની સૌથી લોકપ્રિય લીગમાં આટલી રકમ મળી નથી. હસરંગા ગત વર્ષે યુએઈમાં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરીને સમાચારમાં આવ્યો હતો. આ ઉપરાંત ગત વર્ષે દમદાર પ્રદર્શન કરીને આઈપીએલ હરાજીમાં ઓળખ બનાવી હતી.