IPL Auction 2022:ગુજરાતની ટીમે ટીમ ઈન્ડિયાના ક્યા સ્ટાર બોલરને 6.25 કરોડમાં ખરીદીને ખોલાવ્યું ખાતું ?
IPL Player Auction 2022: આ વખતની આઈપીએલની સીઝનમાં ગુજરાત ટાઈટન્સ અને લખનઉ જાયન્ટ્સ બે નવી ટીમો આવી છે. ગુજરાતની ટીમે આ આઈપીએલમાં સૌથી પહેલી ખરીદી કરીને ખાતું ખોલાવ્યું છે.
બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિર લીગ (IPL)નું મેગા ઓક્શન આજથી બેંગલુરૂમાં શરૂ થઈ ગયું છે. આ વખતની આઈપીએલની સીઝનમાં ગુજરાત ટાઈટન્સ અને લખનઉ જાયન્ટ્સ બે નવી ટીમો આવી છે. ગુજરાતની ટીમે આ આઈપીએલમાં સૌથી પહેલી ખરીદી કરીને ખાતું ખોલાવ્યું છે.
આ હરાજીમાં ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલસ મોહમ્મદ શમીને 6.25 કરોડ રૂપિયામાં ખરીદી ગુજરાત ટાઈટન્સે પોતાનું ખાતુ ખોલાવ્યું છે. હાલ ટીમના પર્સમાં 45 કરોડ 75 લાખ રૂપિયા છે. ગુજરાત ટાઈટન્સ ટીમ પહેલાં જ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને લઈ ચૂક્યા છે.
Pace, bounce, majaa ni seam position and bowling strike-rate of 18.2 🔥 @MdShami11 થી ખાતું ખોલ્યુ, બાપુ! #IPLAuction2022 #IPLAuction pic.twitter.com/1Tk5PFPpVc
— Gujarat Titans (@gujarat_titans) February 12, 2022
ગુજરાત ટાઈટન્સ ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ IPL-2022માં પહેલી વાર રમશે. ગુજરાત ટાઈટન્સ આ હરાજીમાં પોતાની નવી જ ટીમ માટે શ્રેષ્ઠ પ્લેયરો પસંદ કરી રહી છે. ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમનું નામ ત્રણ દિવસ પહેલા એટલે કે 9 ફેબ્રુઆરીએ જાહેર કર્યું હતું.
આ પહેલાં આશ્ચર્યજનક રીતે શ્રેયસ ઐયર જંગી રકમો વેચાયો હતો. બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા શ્રેયસ ઐયરને કોલકાત્તા નાઈટ રાઈડર્સે 12.25 કરકોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો. છેલ્લી સીઝનમાં શ્રેયસ ઐયર દિલ્હીની ટીમમાંથી રમ્યો હતો. એ પહેલાંની સીઝનમાં શ્રેયસ દિલ્હીનો કેપ્ટન હતો. શ્રેયસ ઐયર ભારતીય ટીમમાં સ્થાન જાળવવા ફાંફાં મારે છે ત્યારે આટલી જંગી રકમે તે વેચાયો એ મોટી વાત છે.
કઈ ફ્રેન્ચાઈઝી પાસે પહેલાથી કયા ખેલાડી છે
- ચેન્નાઈ સુપર કિંગ્સ
- જાડેજા (16 કરોડ રૂા.), ધોની (12 કરોડ રૂા.), મોઈન અલી (8 કરોડ રૂા.) અને ગાયકવાડ (6 કરોડ રૂા.)
- દિલ્હી કેપિટલ્સ
- પંત (16 કરોડ રૂા.), અક્ષર પટેલ (9 કરોડ રૂા.), પૃથ્વી શૉ (7.5 કરોડ રૂા.) અને નોર્ટ્જે (6.5 કરોડ રૂા.)
- કોલકાતા નાઈટ રાઈડર્સ
- રસેલ (12 કરોડ રૂા.), ચક્રવર્થી (8 કરોડ રૂા.), વેંકટેશ ઐયર (8 કરોડ રૂા.), નારાયણ (6 કરોડ રૂા.)
- મુંબઈ ઈન્ડિયન્સ
- રોહિત શર્મા (16 કરોડ રૂા.), બુમરાહ (12 કરોડ રૂા.), સુર્યકુમાર (8 કરોડ રૂા.), પોલાર્ડ (6 કરોડ રૂા.)
- ગુજરાત ટાઈટન્સ
- હાર્દિક પંડયા ( 15 કરોડ રૂા. ), રાશિદ ખાન (15 કરોડ રૂા. ), શુબ્મન ગિલ (8 કરોડ રૂા)
- લખનઉ સુપર જાયન્ટ્સ
- કે. એલ. રાહુલ (17 કરોડ રૂા.), સ્ટોઈનીસ (9.2 કરોડ રૂા.), રવિ બિશ્નોઈ (4 કરોડ રૂા.)
- રાજસ્થાન રોયલ્સ
- સેમસન (14 કરોડ રૂા.), બટલર (10 કરોડ રૂા.), યશસ્વી જયસ્વાલ (4 કરોડ રૂા.)
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- કોહલી (15 કરોડ રૂા.), મેક્સવેલ (11 કરોડ રૂા.), સિરાજ (7 કરોડ રૂા.)
- સનરાઈઝર્સ હૈદરાબાદ
- વિલિયમસન (14 કરોડ રૂા.), સમદ (4 કરોડ રૂા.), મલિક (4 કરોડ રૂા.)
- પંજાબ કિંગ્સ
- અગ્રવાલ (12 કરોડ રૂા.), અર્ષદીપ (4 કરોડ રૂા.)