(Source: ECI/ABP News/ABP Majha)
IPL Auction 2022 Live Updates: મેગા ઓક્શન સમાપ્ત, બીજા દિવસે પણ પૈસાનો વરસાદ થયો
આઇપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા
LIVE
Background
IPL Auction 2022: આઇપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા. જેમાં 20 વિદેશી ખેલાડી પણ સામેલ છે. 23 ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહોતા. પ્રથમ દિવસે તમામ ટીમોએ મળીને 388 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા.
IPL Auction 2022 Last Round live:
મેગા ઓક્શનના છેલ્લા ચાર ખેલાડીઓ - શિવાંક વશિષ્ઠ, રાહુલ ચંદ્રોલ, કુલવંત ખેજરોલિયા અને આકાશ માધવાલ નથી વેચાયો. આ સાથે મેગા હરાજી સમાપ્ત થઈ.
IPL 2022 Auction Day 2 LIVE:
બી સાઈ સુદર્શનને ટાઇટન્સે 20 લાખમાં ખરીદ્યો હતો. મુંબઈએ આર્યન જુયલને 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો. લવનીથ સિસોદિયાને આરસીબીએ 20 લાખમાં ખરીદ્યો હતો. મુંબઈએ ફેબિયન એલનને 75 લાખમાં લીધો હતો. ડેવિડ વિલી પણ વેચાઈ ગયો. તેને RCBએ 2 કરોડમાં ખરીદ્યો હતો. KKR એ અમન ખાનને 20 લાખમાં લીધો.
અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. અર્જુનની બોલી 20 લાખ રૂપિયાથી શરૂ થઈ અને બાદમાં ગુજરાત ટાઇટન્સે બોલી લગાવી. આવી સ્થિતિમાં અર્જુન તેંડુલકરને આખરે મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
મેથ્યુ વેડ રૂ. 2.40 કરોડમાં ગુજરાતે ખરીદ્યો
ગુજરાત ટાઇટન્સે વધુ એક વિકેટકીપરને ખરીદ્યો છે અને ઓસ્ટ્રેલિયાનો મેથ્યુ વેડ રૂ. 2.40 કરોડમાં ગુજરાત સાથે આવ્યો છે.
રિદ્ધિમાન સાહાને ગુજરાત ટાઇટન્સે 1.90 કરોડમાં ખરીદ્યો
ઈંગ્લેન્ડના સેમ બિલિંગ્સને કોલકાતા નાઈટ રાઈડર્સે 2 કરોડમાં ખરીદ્યો છે, રિદ્ધિમાન સાહાને ગુજરાત ટાઇટન્સે 1.90 કરોડમાં ખરીદ્યો છે. આ સાથે હવે વિકેટ કીપર બેટ્સમેન પણ ગુજરાતમાં આવી ગયો છે.