(Source: ECI/ABP News/ABP Majha)
Surat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ
સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ, દિપીકા પટેલની આત્મહત્યા કેસ મુદ્દે ડીસીપીની પ્રતિક્રિયા
સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે.. ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દિપીકાબેન પટેલની આત્મહત્યા કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં આત્મહત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.. જો કે દિપીકાબેન પટેલની આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. મૃતક દિપીકાબેન પટેલના પરિવારજનોએ પણ ગંભીર આરોપો લગાવતા દિપીકાબેનને કોઈ બ્લેકમેઈલિંગ અથવા તો મજબુર કર્યાનો આરોપ લગાવ્યો. સાથે જ એમ પણ જણાવ્યું કે દિપીકાબેન એટલા નબળા પણ નહોતા કે તે આત્મહત્યા કરે. આ અંગે પોલીસે દિપીકાબેનના કોલ ડિટેઈલની તપાસ શરૂ કરી છે. દિપીકાબેન પટેલે જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેમના પુત્રએ સૌપ્રથમ કોર્પોરેટર ચિરાગ સોલંકીને જાણ કરી હતી. ચિરાગ સોલંકી જ એ પ્રથમ વ્યક્તિ હતા જે દિપીકાબેન પટેલના ઘરે પહોંચ્યા હતા. અને પંખે લટકતા દિપીકાબેનના મૃતદેહને ચિરાગ પટેલે જ નીચે ઉતાર્યો હતો. પોલીસે ગઈકાલે જ ચિરાગ સોલંકી, દિપીકાના પતિ સહિતના પરિવારજનોની પુછપરછ કરી છે.. તો આજે પણ એફએલએલની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને સેમ્પલ લીધા છે. સાથે જ એ દુપ્પટો અને પંખો પણ જપ્ત કર્યો છે.