શોધખોળ કરો

IPL Auction 2022: આઈપીએલ હરાજીમાં કયા દિગ્ગજોને નથી મળ્યા અત્યાર સુધી કોઈ ખરીદદાર ? આ 6 ભારતીય સહિત 9 ખેલાડીને લાગ્યો જેકપોટ

IPL Auction 2022: અત્યાર સુધીમાં અનેક ભારતીય અને વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ચુકી છે. જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર નથી મળ્યા.

IPL Auction 2022: આઈપીએલની મેગા હરાજીનો આજે પ્રથમ દિવસ છે. અત્યાર સુધીમાં અનેક ભારતીય અને વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ચુકી છે. જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર નથી મળ્યા.

આ ખેલાડીઓને ન મળ્યાં કોઈ ખરીદદાર

અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને ખરીદદારો મળ્યા નથી. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી. આ સિવાય મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતા સુરેશ રૈના, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથ, બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરને કોઈ ખરીદદાર મળ્યા નથી. ભારતના લેગ સ્પીનર અમિત મિશ્રા અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ વેડ અને એડમ ઝેમ્પાને પણ કોઈ ખરીદ્યા નથી. સાઉથ આફ્રિકાના ઈમરાન તાહિર, ઈંગ્લેન્ડના આદિલ રશીદ, અફઘાનિસ્તાનના મુજીબ ઝરદાનને કોઈએ હરાજીમાં ખરીદ્યા નથી.

આ ખેલાડીઓને મળી 10 કરોડથી વધુ રકમ

અત્યાર સુધી યોજાયેલી હરાજીમાં 9 ખેલાડીઓને 10 કરોડથી વધુની રકમ મળી છે. જેમાં ઈશાન કિશન, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષલ પટેલ, લોકી ફર્ગ્યુસન, નિકોલસ પૂરન અને વાનિન્દુ હસરંગાનો સમાવેશ થાય છે.

શાર્દુલને કોણે ખરીદ્યો

લોર્ડ શાર્દુલ ઠાકુરને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો છે. દિલ્હી કેપિટલ્સે આ માટે 10.75 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. અત્યાર સુધીમાં 9 ખેલાડીઓને 10 કરોડથી વધારે રકમમાં ખરીદવામાં આવ્યા છે.

પ્રસિદ્ધ ક્રિષ્નાને લાગી લોટરી

વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે સીરિઝમાં શાનદાર બોલિંગ કરનારા તથા આઈપીએલમાં પણ પોતાની બોલિંગથી પ્રભાવિત કરનારા પ્રસિદ્ધ ક્રિષ્નાને પણ લોટરી લાગી છે. રાજસ્થાન રોયલ્સે પ્રસિદ્ધ ક્રિષ્નાને 10 કરોડમાં કરારબદ્ધ કર્યો છે.

ગુજરાત ટાઈટન્સે લોકી ફર્ગ્યુસનને કર્યો કરારબદ્ધ

ગુજરાત ટાઈટન્સ ખૂબ ચીવટથી ખેલાડીઓને પસંદ કરી રહી છે. ન્યૂઝીલેન્ડના લોકી ફર્ગ્યુસનને 10 કરોડમાં ગુજરાત ટાઈટન્સે કરારબદ્ધ કર્યો છે. ગુજરાત ટાઈટન્સ આ પહેલા હાર્દિક પંડ્યા 15 કરોડ
રાશિદ ખાન 15 કરોડ, શુભમન ગિલ 7 કરોડ, મોહમ્મદ શમી 6.25 કરોડ અને જેસન રોયને 2 કરોડમાં લઇ ચૂક્યું છે.

કિશન હરાજીમાં વેચાયેલો બીજો સૌથી મોંઘો ભારતીય બન્યો

ઈશાન કિશન આઈપીએલના ઈતિહાસમાં હરાજીમાં વેચાયેલો બીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે. મુંબઈએ ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ યાદીમાં યુવરાજ સિંહ નંબર વન પર છે. હરાજીમાં પ્રથમ વખત મુંબઈએ કોઈ ખેલાડી માટે 10 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવી.

વોશિંગ્ટન સુંદર અને કૃણાલ પંડ્યાને પણ મોટી રકમ મળી

વોશિંગ્ટન સુંદર, જે ગત સિઝન સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો, તેને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 8.75 કરોડમાં ખરીદ્યો હતો  લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહેલા કૃણાલ પંડ્યાને લખનૌ સુપર જાયન્ટ્સે 8.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

શ્રીલંકાના હસરંગાને લાગી લોટર, બન્યો અત્યાર સુધીનો સૌથી મોંઘો શ્રીલંકન ખેલાડી

શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાની કિસ્મત પણ ચમકી છે. તેને બેંગ્લોરની ટીમે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. આઈપીએલના ઈતિહાસમાં સૌતી મોંઘો વેચાયેલો ખેલાડી બની ગયો છે.  અત્યાર સુધી કોઈ પણ શ્રીલંકન ખેલાડીને વિશ્વની સૌથી લોકપ્રિય લીગમાં આટલી રકમ મળી નથી. હસરંગા ગત વર્ષે યુએઈમાં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરીને સમાચારમાં આવ્યો હતો. આ ઉપરાંત ગત વર્ષે દમદાર પ્રદર્શન કરીને આઈપીએલ હરાજીમાં ઓળખ બનાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget