IPL 2022 Mega Auction: CSK ના ફેન્સ કેમ ભડક્યા ? જાણો ટ્વીટર પર કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે #Boycott_ChennaiSuper Kings
IPL Auction 2022: IPL 2022ની મેગા હરાજીમાં શ્રીલંકાના સ્પિનર મહીશ તીક્ષ્ણાને પણ ખરીદવામાં આવ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 70 લાખ રૂપિયામાં તેને ખરીદ્યો.
IPL Auctions 2022: IPL 2022ની મેગા હરાજીમાં 10 ટીમોએ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. બે દિવસીય હરાજીમાં 204 ખેલાડીઓને ખરીદદાર મળ્યા. જેમાં શ્રીલંકાના સ્પિનર મહીશ તીક્ષ્ણાને પણ ખરીદવામાં આવ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 70 લાખ રૂપિયામાં તેને ખરીદ્યો.
21 વર્ષીય મહીશ તીક્ષ્ણાની બેસ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી. તેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઇડર્સે પણ રસ દાખવ્યો હતો. પરંતુ ચેન્નઈએ બાજી મારી હતી. પરંતુ તે સાથે ફ્રેન્ચાઇઝીની મુશ્કેલી પણ વધી ગઈ છે.
સીએસકેના ફેન્સ કેમ છે નારાજ
તીક્ષ્ણા સિંહલી પૃષ્ઠભૂમિથી આવે છે. સીએસકેના તમિલ પ્રશંસક સિંહલી ખેલાડીને સામેલ કરવાથી નારાજ છે. તેમનું માનવું છે કે સિંહલી પૃષ્ઠભૂમિ વાળા ક્રિકેટરને તમિલોની માલિકીવાળી આઈપીએલ ટીમમાં સામેલ કરવા ન જોઈએ. જે બાદ ફેન્સે #Boycott-ChennaiSuperKings સાથે ટ્વીટ કરવાનું શરૂ કર્યું છે અને હાલ ટોપ-5 ટ્રેન્ડ થઈ રહ્યું છે. શ્રીલંકાના સિંહલી સૈનિકો પર 2009માં એલટીટીઈ સામે કાર્યવાહી દરમિયાન તમિલો સામે યુદ્ધ અપરાધના આરોપ લાગ્યા હતા.
When you understand Pak players not being allowed in IPL,
— திராவிட கோமாளி (@KomaliMan) February 14, 2022
You should also understand Tamils not wanting SriLankan players in Tamil Nadu.
#Boycott_ChennaiSuperKings#Boycott_ChennaiSuperKings pic.twitter.com/rVBUphNGbL
એક ફેન્સે લખ્યું, પાકિસ્તાનીઓને આઈપીએલમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. કારણેકે તેઓ ભારતના દુશ્મન છે. પરંતુ તમિલોના દુશ્મન શ્રીલંકા આ રમતનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના અપરાધો ધોવા કરે છે. જેમકે સીએસકી અંદર પણ એક ખેલાડીને લીધો, જ્યારે કોઈ તમિલ નથી લીધો.
Around 20 lakh Tamil people are thrown out as refugees by Sinhala state Terrorism!
— பிரபா (@prabhaarr) February 14, 2022
No Justice yet,
But Tamil People whistles for a Sinhala player in #CSK
#Boycott_ChennaiSuperKings pic.twitter.com/UGduoS6rzO
મહીશ તીક્ષ્ણાની કેવી છે કરિયર
મહીશ તીક્ષ્ણાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો વધારે અનુભવ નથી. તે અત્યાર સુધીમાં ચાર વન ડે અને 12 ટી ઈન્ટરનેશનલ રમી ચુક્યો છે. તેણે વન ડેમાં છ અને ટી20માં 10 વિકેટ લીધી છે.
Tamils don't want Sri Lankan players just like country doesn't want Pakistan players #Boycott_ChennaiSuperKings pic.twitter.com/00FkONr63t
— irfan shaikh (@irfanterkheda) February 14, 2022
#Boycott_ChennaiSuperKings
— ரமண தமிழன் (@ramanathamilan) February 14, 2022
Hands stained with Tamils blood coming here to bowl ..😡😡😡😡 pic.twitter.com/sSqWfCPnuL
My favourite team 🥺🥺 lakin ye thik nhi hua #Boycott_ChennaiSuperKings pic.twitter.com/6i39f7hFqT
— Saurav Kumar 🇮🇳 (@SauravK29164154) February 14, 2022