શોધખોળ કરો
IPL: રાજસ્થાનના હીરો તેવટિયાને ભારતના ક્યા બોલરે ઝીરો કરી દીધો, નિર્ણાયક ઓવરમાં સળંગ 4 બોલમાં રન ના લેવા દીધો
દિલ્હી વતી અશ્વિને 16મી ઓવરમાં માત્ર 2 રન જ આપીને દબામ વધારી દીધા હતા.

તસવીરઃ આઈપીએલ ટ્વિટર એકાઉન્ટ
દુબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સનો 14 રને પરાજય થયો. વિધીની વક્રતા એ છે કે, રાજસ્થાનના પરાજયમાં તેને આ પહેલાં બે વાર અકલ્પનિય વિજય અપાવનારો રાહુલ તેવટિયા જ કારણભૂત બન્યો.
પોતાની મેચ વિનિંગ ઇનિંગ્સથી લાઈમલાઈટમાં આવનાર રાહુલ તેવટિયા બેટિંગમાં હતો ત્યારે ટીમને 5 ઓવરમાં 39 રનની જરૂર હતી. આ સ્કોર આસાનીથી થઈ શકે એવો હતો. તેવટિયા અને ઉથપ્પા ક્રિઝ પર ઉભા હતા એ જોતાં રાજસ્થાનની જીત પાકી મનાતી હતી પણ ભારતીય ટીમના સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિને રાહુલને હીરોમાંથી ઝીરો બનાવી દીધો.
દિલ્હી વતી અશ્વિને 16મી ઓવરમાં માત્ર 2 રન જ આપીને દબામ વધારી દીધા હતા. આ પૈકી ઓવરમાં ઉથપ્પાએ પ્રથમ બોલે સિંગલ લીધા બાદ તેવટિયાએ સતત 4 બોલ ખાલી કાઢ્યા હતા. આ એક જ ઓવરના કારણે રાજસ્થાન રોયલ્સના હાથમાંથી મેચ સરકી ગઈ. ઈનિંગ્સની છેલ્લી 4 ઓવર નોર્ટજે અને રબાડા જેવા ફાસ્ટ બોલર નાખવાના હોવાથી તેવટિયા અને ઉથપ્પાએ અશ્વિનની બોલિંગમાં રન ફટકારવા જરૂરી હતા પણ અશ્વિને અસરકારક બોલિંગ કરીને ના ફાવ વા દીધા.
આ પહેલાં ગયા રવિવારે મે રાહુલ તેવટિયા અને પરાગ રયાનની જોરદાર બેટિંગના સહારે રાજસ્થાન સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 159 રન ચેઝ કરીને અકલ્પનિય વિજય મેળવ્યો. રાજસ્થાન રોયલ્સે છેલ્લી 4 ઓવરમાં 54 રન કરીને ધનમાકેદાર જીત મેળવી હતી. તેવટિયાએ પંજાબ સામે પણ ધમાકેદાર બેટિંગ કરીને ટીમને જીતાડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
અમદાવાદ
Advertisement
