બેલફાસ્ટમાં આયરલેન્ડ સામે ૩ વિકેટથી વિજય મેળવીને અફઘાનિસ્તાને 2027 વન-ડે વર્લ્ડ કપમાં સીધું સ્થાન મેળવ્યું. આ જીત 10 ઓગસ્ટના રોજ મળી હતી.
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 World Cup Qualification: આ જીત સાથે અફઘાનની ટીમ સીધી ક્વોલિફાઈ થઈ ગઈ છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો. હવે, કેરેબિયન ટીમે ક્વોલિફાયર મારફતે વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવું પડશે.

- અફઘાનિસ્તાને આયર્લેન્ડને હરાવી 2027 વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું.
- આ જીતથી વેસ્ટ ઈન્ડિઝ સીધું ક્વોલિફાય થવામાં નિષ્ફળ.
- વેસ્ટ ઈન્ડિઝ સતત ત્રીજીવાર ક્વોલિફાયર રમવા મજબૂર બન્યું.
Afghanistan 2027 World Cup Qualification: સોમવારે (10 ઓગસ્ટ) બેલફાસ્ટમાં આયરલેન્ડ સામે ૩ વિકેટથી વિજય મેળવીને અફઘાનિસ્તાને 2027 વન-ડે વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું. આ જીત સાથે અફઘાનની ટીમ સીધી ક્વોલિફાઈ થઈ ગઈ છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો. હવે, કેરેબિયન ટીમે ક્વોલિફાયર મારફતે વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવું પડશે.
આ સતત ત્રીજી વખત છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ 2027 વર્લ્ડ કપ માટે ઓટોમેટિક ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયું. તેમને 2019, 2023 અને 2027 વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાયરમાં રમવું પડશે. ખરેખર આશ્ચર્યજનક છે કે ટુર્નામેન્ટની પ્રથમ બે સીઝન જીતનાર ટીમ છેલ્લા ત્રણ વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગઈ છે.
ટીમો 2027 વર્લ્ડ કપ માટે કેવી રીતે ક્વોલિફાય થશે?
વેસ્ટ ઈન્ડિઝ હાલમાં વન-ડે રેન્કિંગમાં 10મા ક્રમે છે. યજમાન ટીમો સિવાય ફોર્મેટના રેન્કિંગમાં ટોચના આઠમાં સ્થાન ધરાવતી પૂર્ણ-સભ્ય ટીમો સીધા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થાય છે. ટોચના આઠમાં ફક્ત દક્ષિણ આફ્રિકા જ યજમાન રાષ્ટ્ર છે. આનો અર્થ એ થયો કે નવમા ક્રમાંકિત ટીમ બાંગ્લાદેશ સીધી ક્વોલિફાય મેળવી શકે છે.
આ પણ વાંચોઃ 2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
વેસ્ટ ઇન્ડીઝનું સમીકરણ સમાપ્ત થઈ ગયું છે
વેસ્ટ ઇન્ડીઝ ઈચ્છતું હતું કે આયરલેન્ડની ટીમ અફઘાનિસ્તાન સામેની પાંચ મેચની વનડે શ્રેણી 5-0 અથવા 4-1થી જીતી જાય પરંતુ વરસાદને કારણે પહેલી વનડે રદ થયા બાદ અફઘાનિસ્તાને આગામી બે મેચ જીતી લીધી. આમ, વેસ્ટ ઇન્ડીઝનું સીધા ક્વોલિફાય થવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.
અફઘાનિસ્તાન વિરુદ્ધ આયરલેન્ડની ત્રીજી વનડેમાં
મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા યજમાન આયરલેન્ડ 46.3 ઓવરમાં 206 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ટીમ તરફથી ગેવિન હોયેએ સૌથી વધુ 36 રન બનાવ્યા. અફઘાનિસ્તાન ટીમ તરફથી ગઝનફર અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી. લક્ષ્યનો પીછો કરતા અફઘાનિસ્તાને 44.5 ઓવરમાં 7 વિકેટે 207 રન બનાવીને વિજય મેળવ્યો. ટીમ તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝે સૌથી વધુ 71 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. 2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે. આ અફઘાનિસ્તાનનો ચોથો ODI વર્લ્ડ કપમાં પ્રવેશ હશે.
આવતા વર્ષે યોજાનાર વનડે વર્લ્ડ કપના ફોર્મેટમાં ICC એ મોટા ફેરફારો કર્યા છે. અગાઉ વર્લ્ડ કપમાં 10 ટીમો રમતી હતી, પરંતુ હવે કુલ 14 ટીમો આ મેગા ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ નિર્ણય આમ તો સારો લાગે છે, પરંતુ અસલી સમસ્યા ક્વોલિફાઇંગ રાઉન્ડમાં છે. નવા નિયમો મુજબ, નાની ટીમો (એસોસિએટ રાષ્ટ્રો) ને વર્લ્ડ કપની મુખ્ય મેચો સુધી પહોંચવા માટે અનેક મુશ્કેલ રાઉન્ડમાંથી પસાર થવું પડશે. આ લાંબી પ્રક્રિયાએ નાની ટીમો માટે વર્લ્ડ કપ રમવાનું સપનું વધુ કપરું બનાવી દીધું છે.
Frequently Asked Questions
અફઘાનિસ્તાન 2027 વન-ડે વર્લ્ડ કપ માટે કેવી રીતે ક્વોલિફાય થયું?
2027 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝનું શું થયું?
અફઘાનિસ્તાનની જીતને કારણે વેસ્ટ ઈન્ડિઝ સીધું ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું. હવે તેમને વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર મારફતે સ્થાન મેળવવું પડશે.
વેસ્ટ ઈન્ડિઝ કેટલી વાર સીધા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયું છે?
આ સતત ત્રીજી વખત છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ 2019, 2023 અને 2027 વન-ડે વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયું છે. તેમને ક્વોલિફાયરમાં રમવું પડશે.
2027 વર્લ્ડ કપ માટે ટીમો કેવી રીતે ક્વોલિફાય થશે?
યજમાન ટીમો સિવાય, વન-ડે રેન્કિંગમાં ટોચના આઠમાં સ્થાન ધરાવતી પૂર્ણ-સભ્ય ટીમો સીધા ક્વોલિફાય થાય છે. દક્ષિણ આફ્રિકા યજમાન રાષ્ટ્ર છે.



















