IPL Auction Date: આઈપીએલની નવી ટીમની કઈ તારીખે થશે હરાજી ? જાણો મોટા સમાચાર
IPL: આઈપીએલની નવી ટીમની ઓક્શનને લઈ મોટા સમાચાર છે. નવી ટીમની ઓક્શનની તારીખ નક્કી થઈ ગઈ છે.
IPL Auction: આઈપીએલની નવી ટીમની ઓક્શનને લઈ મોટા સમાચાર છે. નવી ટીમની ઓક્શનની તારીખ નક્કી થઈ ગઈ છે. આઈપીએલનની બે નવી ટીમો માટે 17 ઓક્ટોબરે હરાજી યોજાશે. 2022ની આઈપીએલમાં 8ના બદલે 10 ટીમો રમતી જોવા મળશે. બોર્ડ 2 નવી ટીમોની હરાજીથી 5000 થી 6000 કરોડ રૂપિયાની આવક કરી શકે છે. ટીમો મેચની સંખ્યા પણ વધશે. આ સ્થિતમાં બીસીસીઆઈને બ્રોડકાસ્ટિંગથી થનારી આવકમાં પણ વધારાની આશા છે.
કઈ તારીખ સુધી ખરીદી શકાશે ટેંડર ડોક્યુમેંટ
સૂત્રોના જણાવ્યા મુજબ 5 ઓક્ટોબર સુધી ટેંડર ડોક્યુમેંટ ખરીદી શકાય છે. 17 ઓક્ટોબરે હરાજી થઈ શકે છે. એવી જાણકારી છે કે ઈ-ઓક્સન નહીં હોય. જૂના નિયમો અનુસાર બંધ બોલી પ્રક્રિયા અપનાવવામાં આવશે.
બે ગ્રુપમાં વહેંચવામાં આવશે ટીમો
ટીમની સંખ્યા વધવાની સાથે દરેક ટીમે 14 કે 18 મેચ રમવી પડી શકે છે. દરે ફ્રેન્ચાઈઝી 7 મેચ ઘર આંગણે અને 7 મેચ બહાર રમશે. નવી ટીમો ઉમેરાવાના કારણે મેચની સંખ્યા પણ વધી જશે અને આ કારણે ઈન્ટરનેશનલ કાર્યક્રમ પર પણ પ્રભાવ પડશે. લીગ મેચોની સંખ્યા 74 હોઈ શકે છે. ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે.
IPL 2021ની બાકીની સીઝન ક્યારથી શરૂ થશે
આઈપીએલ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચથી બીજા તબક્કાની શરૂઆત થશે. મે મહિનાની શરૂઆતમાં આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઇજીમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ આઈપીએલ-14ને સ્થગિત કરી દેવામાં વી હતી. 4 મહિના બાદ બાકી રહેલી ટુર્નામેન્ટ રમાશે. આઈપીએલ-14ની ફાઈનલ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.બીસીસીઆઈ આઈપીએલના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને ફ્રેન્ચાઇઝી માલિકોના 30 હજારથી વધારે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવશે. આઈપીએલના બીજા તબક્કા દરમિયાન દર ત્રીજા દિવસે આ ટેસ્ટ થશે. ગત વર્ષે જ્યારે યુએઈમાં ટુર્નામેન્ટ રમાઈ હતી ત્યારે પ્રત્યેક પાંચમાં દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા.