IRE vs NZ 3rd ODI: ત્રીજી વન-ડેમાં ન્યૂઝિલેન્ડે ફટકાર્યા 360 રન છતાં આયરલેન્ડને હરાવવામાંં વળ્યો પરસેવો
ન્યુઝીલેન્ડે શુક્રવારે ડબલિનમાં રમાયેલી ત્રીજી વનડેમાં આયરલેન્ડને એક રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ન્યુઝીલેન્ડે સીરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે
નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડે શુક્રવારે ડબલિનમાં રમાયેલી ત્રીજી વનડેમાં આયરલેન્ડને એક રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ન્યુઝીલેન્ડે સીરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. આયરલેન્ડને છેલ્લી ઓવરમાં જીતવા માટે 10 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર આઠ રન બનાવી શકી હતી. હાર છતાં આયરલેન્ડે પોતાના પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા હતા. બ્લેયર ટિકનરે મેચની છેલ્લી ઓવર ફેંકી હતી જેમાં આયરલેન્ડની ટીમ જીતવા માટે જરૂરી 10 રન બનાવી શકી નહોતી.
Heart-break for our lads, but hats off to the @BLACKCAPS for the ODI series win.
— Cricket Ireland (@cricketireland) July 15, 2022
Martin Guptill was awarded Player of the Match and Multibagger of the Match, while Michael Bracewell was Player of the Series.
On we go to the T20I series!#BackingGreen | #Exchange22 ☘️🏏 pic.twitter.com/TrrKugj3R0
માર્ટિન ગુપ્ટિલે 115 રન બનાવ્યા હતા
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે છ વિકેટે 360 રન બનાવ્યા હતા. માર્ટિન ગુપ્ટિલ અને ફિન એલને પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને શાનદાર શરૂઆત અપાવી હતી. ગુપ્ટિલે 126 બોલમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 115 રન બનાવ્યા હતા. આ સાથે જ એલને 33 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય હેનરી નિકોલ્સે 79 અને ગ્લેન ફિલિપ્સે 47 રન ફટકાર્યા હતા.
સ્ટર્લિંગ-ટેક્ટરે પણ સદી ફટકારી
361 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આયરલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન એન્ડ્ર્યુ બાલબર્ની ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ હેરી ટેક્ટર અને પોલ સ્ટર્લિંગે ત્રીજી વિકેટ માટે 179 રનની ભાગીદારી નોંધાવી હતી. સ્ટર્લિંગે 120 અને હેરી ટેક્ટરે 108 રન ફટકાર્યા હતા. ત્યારબાદ જ્યોર્જ ડોકરેલે 22 રન બનાવીને ટીમને લક્ષ્ય સુધી લઈ જવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ટીમ નવ વિકેટે 359 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ ચાર અને મિશેલ સેન્ટનરે ત્રણ વિકેટ ઝડપી હતી.