શોધખોળ કરો

IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર

આયર્લેન્ડે ભારતને 34 રનથી હરાવ્યું. T20 ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે આયર્લેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું છે.

IND vs IRE Highlights: આયર્લેન્ડે ભારતને 34 રનથી હરાવ્યું. T20 ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે આયર્લેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું છે. શ્રેયસ ઐયરની કેપ્ટન તરીકે શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, કારણ કે તે પહેલી વાર T20I માં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. આયર્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 183 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. 17 વર્ષમાં આયર્લેન્ડે ભારતને T20I માં હરાવ્યું હોય તેવું આ પ્રથમ વખત છે.

આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 182  રન બનાવ્યા હતા

શુક્રવારે બેલફાસ્ટમાં રમાયેલી પહેલી મેચમાં આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 182  રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 18.5 ઓવરમાં માત્ર 148 રન જ બનાવી શકી હતી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે આયર્લેન્ડે બે મેચની ટી20 શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ભારતીય ટીમ માટે આ હાર શરમજનક છે કારણ કે તેઓ સંપૂર્ણ 20  ઓવર સુધી બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમ સાત બોલ વહેલા ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે ફક્ત અભિષેક શર્મા જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી શક્યો હતો, તેણે 20  બોલમાં ધમાકેદાર 50  રન બનાવ્યા હતા. અભિષેકે આ ઇનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

રન ચેઝમાં ભારતની શરૂઆત મિશ્ર રહી. સંજુ સેમસન (5 રન), ઇશાન કિશન (1 રન) અને નવા T20 કેપ્ટન શ્રેયસ ઐયર (3 રન) કંઈ ખાસ અસર કરવામાં નિષ્ફળ રહ્યા, પરંતુ પાવરપ્લેમાં અભિષેક શર્માએ ઘણા રન બનાવ્યા.  ભારતે પાવરપ્લેમાં 68 રન બનાવ્યા, જેમાંથી 47 અભિષેક શર્માના હતા.

17 વર્ષમાં પહેલી જીત

ટી20 ક્રિકેટ ઇતિહાસમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે પહેલી મેચ 2009 માં રમાઈ હતી. ત્યારથી, છેલ્લા 17  વર્ષમાં બંને ટીમો આઠ વખત ટકરાઈ છે, પરંતુ ટીમ ઈન્ડિયાએ દરેક વખતે એકતરફી રીતે જીત મેળવી છે. પરંતુ આયર્લેન્ડ ટીમ હંમેશા 26 જૂન 2025 ની તારીખ યાદ રાખશે, કારણ કે આ દિવસે ભારત સામે T20 માં તેમણે શાનદાર જીત મેળવી. પહેલી મેચમાં આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 182  રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 18.5  ઓવરમાં માત્ર 148  રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ

Embed widget