શોધખોળ કરો
Advertisement
પૈસા ખુટી પડતાં આ ક્રિકેટ ટીમે રદ્દ કર્યો અફઘાનિસ્તાનનો પ્રવાસ, જાણો વિગતે
આયરલેન્ડ ક્રિકેટ ટીમને અફઘાનિસ્તાન સામે ઘરેલુ 5 મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સીરીઝ રમવાની હતી, જેને રદ્દ કરી દીધી છે
ડબલિનઃ ક્રિકેટ જગતમાંથી એક મોટી ખબર સામે આવી છે. પૈસાની તંગીના કારણે આયરલેન્ડ ક્રિકેટ બોર્ડે 2020ની ક્રિકેટ પ્રવાસને રદ્દ કરી દીધી છે.
રિપોર્ટ પ્રમાણે આયરલેન્ડ ક્રિકેટ બોર્ડે પૈસાની તંગીના કારણે આગામી વર્ષે 2020માં અફઘાનિસ્તાન પ્રવાસને રદ્દ કરી દીધો છે. અહીં આયરલેન્ડ ક્રિકેટ ટીમને અફઘાનિસ્તાન સામે ઘરેલુ 5 મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સીરીઝ રમવાની હતી, જેને રદ્દ કરી દીધી છે. વળી, બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચનો ટી20 સીરીઝમાં ફેરવી દીધી છે. આયરલેન્ડ ક્રિકેટ બોર્ડને જુન, 2017માં ટેસ્ટ મેચ રમવાનો અધિકાર મળ્યો હતો.
આ અંગે ક્રિકેટ આયરલેન્ડના મુખ્ય કાર્યકારી વૉરેન ડેટ્રૉમે કહ્યું કે, અમારા આયરલેન્ડ ક્રિકેટ બોર્ડની નાણાંકીય હાલત ખરાબ છે, આઇસીસીના પૂર્ણ કદના સભ્ય બન્યા બાદ પણ અમારી આર્થિક સ્થિતિ નાજૂક છે, જેના કારણે અમે ક્રિકેટ મેચોનુ આયોજન અને ખાસ કરીને ટેસ્ટ મેચોનુ આયોજન નથી કરી શકતા.
દુર્ભાગ્ય છે કે, અમારી આર્થિક સ્થિતિ નાજુક ખરાબ હોવાથી અમને ઘરેલુ ટેસ્ટ મેચ રદ્દ કરવી પડી છે, જોકે, આ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ નથી, એટલે બહુ ચિંતાનો વિષય નથી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement