INDvsAUS: બુમરાહે સિડની ટેસ્ટમાં નવો ઈતિહાસ રચ્યો, 53 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ હતી. મેચનો બીજો દિવસ (4 જાન્યુઆરી) ખૂબ જ રોમાંચક રહ્યો.
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ હતી. મેચનો બીજો દિવસ (4 જાન્યુઆરી) ખૂબ જ રોમાંચક રહ્યો અને એકંદરે 15 વિકેટ પડી અને 300થી વધુ રન બનાવ્યા. એકંદરે બીજો દિવસ બોલરોના નામે રહ્યો અને બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા. તેમ છતાં ભારત આ સ્પર્ધામાં આગળ છે. સ્ટમ્પના સમયે, બીજી ઇનિંગમાં ભારતીય ટીમનો સ્કોર 141/6 છે. રવિન્દ્ર જાડેજા (અણનમ 8) અને વોશિંગ્ટન સુંદર (અણનમ 6) ક્રીઝ પર છે. ભારતની કુલ લીડ 145 રન છે.
બુમરાહે દિવસની પ્રથમ સફળતા અપાવી
ભારત માટે બીજા દિવસની રમતની શરૂઆત શાનદાર રહી હતી. પહેલા દિવસની જેમ જ જસપ્રીત બુમરાહે બીજા દિવસે પણ ભારતને મોટી સફળતા અપાવી હતી. બીજા દિવસની શરૂઆતના માત્ર 3 ઓવર પછી જસપ્રિત બુમરાહે માર્નસ લાબુશેનને પોતાનો શિકાર બનાવ્યો હતો. બુમરાહે લાબુશેનને માત્ર 2 રનમાં પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બુમરાહે 7મી ઓવરના બીજા બોલ પર લાબુશેનને આઉટ કર્યો હતો. બુમરાહનો આ બોલ સારો લેન્થ બોલ હતો જે ઓફ સ્ટમ્પની બહાર ગયો હતો. લાબુશેન તેને રમવાનો પ્રયત્ન કર્યો હતો અને અમ્પાયરે પાછળ કેચ પકડવાની અપીલને ફગાવી દીધી હતી પરંતુ બુમરાહે રિવ્યુ લેવાનું નક્કી કર્યું હતું. આ પછી, અમ્પાયરે જોયું કે બોલ બેટની નજીક હતો અને પછી સ્નિકોએ થોડો અવાજ કર્યો અને આ રીતે લાબુશેનને પેવેલિયનમાં જવું પડ્યું. આ વિકેટ સાથે બુમરાહે ભારતીય ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે.
બુમરાહ સૌથી આગળ નિકળ્યો
વાસ્તવમાં, માર્નસ લાબુશેનને આઉટ કરીને જસપ્રીત બુમરાહે ચાલુ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 32મી વિકેટ લીધી. આ રીતે તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો. તેણે બિશન સિંહ બેદીના 53 વર્ષ જૂના મહાન રેકોર્ડને તોડી નાખ્યો. બેદીએ એકલાએ 1977-78માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં 31 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયામાં એક શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ વિકેટ
32- જસપ્રિત બુમરાહ (2024/25)
31- બિશન બેદી (1977/78)
28- બીએસ ચંદ્રશેખર (1977/78)
25- ઈએએસ પ્રસન્ના (1967/68)
25- કપિલ દેવ (1991/92)
ભારતની બહાર ટેસ્ટ શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ વિકેટ
32 - જસપ્રીત બુમરાહ, ઓસ્ટ્રેલિયા 2024/25
31 - બિશન સિંહ બેદી, ઓસ્ટ્રેલિયા 1977/78
28 – બીએસ ચંદ્રશેખર, ઓસ્ટ્રેલિયા 1977/78
27 - સુભાષ ગુપ્તે, વેસ્ટ ઈન્ડિઝ 1952/53
25- ઈએએસ પ્રસન્ના, ઓસ્ટ્રેલિયા 1967/68
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ