બુમરાહે પત્ની સંજના સાથે પહેલીવાર કર્યો રૉમેન્ટિક કપલ ડાન્સ, વીડિયો જોઇને તમે પણ રહી જશો દંગ
સોમવારે સ્પૉર્ટ્સ એન્કર સંજના ગણેશનની સાથે લગ્ન કરી લીધા બાદ બન્નેએ એક ફંક્શન દરમિયાન જોરદાર રૉમેન્ટિક અંદાજમાં કપલ ડાન્સ કર્યો હતો. બુમરાહે ઇન્સ્ટાગ્રામ પર ખુદ આ કપલ વીડિયોને શેર કર્યો છે. વીડિયો જોઇને બુમરાહના ફેન્સ દંગ રહી ગયા છે. જુઓ વીડિયો......
પણજીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની દિલની વિકેટ સંજના ગણેશને લઇ લીધી. દુનિયાભરના ધાંસૂ બેટ્સમેનોની ગિલ્લીઓ ઉખેડનારા બુમરાહની ગિલ્લી સંજનાએ ઉખાડી દીધી. બુમરાહ ગોવામાં એન્કર અને એક્ટ્રેસ સંજના ગણેશન સાથે લગ્નગ્રંથીથી જોડાઇ ગયો. લગ્ન બાદ બન્નેનો કપલ ડાન્સનો વીડિયો સામે આવ્યો છે.
સોમવારે સ્પૉર્ટ્સ એન્કર સંજના ગણેશનની સાથે લગ્ન કરી લીધા બાદ બન્નેએ એક ફંક્શન દરમિયાન જોરદાર રૉમેન્ટિક અંદાજમાં કપલ ડાન્સ કર્યો હતો. બુમરાહે ઇન્સ્ટાગ્રામ પર ખુદ આ કપલ વીડિયોને શેર કર્યો છે. વીડિયો જોઇને બુમરાહના ફેન્સ દંગ રહી ગયા છે. જુઓ વીડિયો......
સગા-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં કર્યા લગ્ન....
બુમરાહ અને સંજનાના લગ્નના ફંક્શનમા કોરોના મહામારીનુ ધ્યાન રાખવામાં આવ્યુ, આના કારણે ફંક્શનમાં માત્ર નજીકના લોકો અને મિત્રોને જ બોલાવવામાં આવ્યા હતા. બુમરાહ અને સંજનાના લગ્નની વાત છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી હતી. લાંબા સમયથી બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હતાં, હવે બન્ને લગ્નગ્રંથીથી જોડાઇ ગયા છે. સોશ્યલ મીડિયા પર બન્નેના લગ્નની જાણકારી ખુદ કપલે આપી હતી. પહેલા જસપ્રીત બુમરાહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સંજના સાથે લગ્નની તસવીરો શેર કરી હતી, બાદમાં સંજનાએ પણ બુમરાહ સાથેની લગ્ન મંડપની તસવીરો શેર કરી હતી.
બન્નેના લગ્નની તસવીરો ગણતરીની મિનીટોમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ, અને ફેન્સની સાથે સાથે ક્રિકેટ જગતમાંથી જોરદાર પ્રતિક્રિયાઓ અને અભિનંદનની વર્ષા થવા લાગી હતી.
સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ કોણ છે?
સંજના ગણેશન સાઉથ ઇન્ડિયન સ્પોર્ટસ એન્કર છે. સંજનાએ સિમ્બાયોસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી બી.ટેક કર્યું છે. બીટેક બાદ તેમણે થોડો સમય સંજનાએ સોફ્ટવેર એન્જીનિયર તરીકે કામ કર્યું હતું.સંજનાએ MTVના શો સ્પ્લિટ્સવિલાની 14મી સીઝનમાં પણ ભાગ લીધો હતો.MTVના શોમાં કામ કર્યા પછી સંજનાએ નક્કી કર્યું કે, તે સ્પોર્ટ્સ એન્કર બનશે.
કૌણ છે સંજના ગણેશન?
28 વર્ષની સંજના ગણેશન એક ક્રિકેટ એન્કર છે. છેલ્લા કેટલાય સમયથી તે કેટલીય ટૂર્નામેન્ટોનો ભાગ રહી છે. તે આઇપીએલમાં એક્ટિવ રહેવાની સાથે સ્ટાર સ્પૉર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સંજના વર્લ્ડકપ 2019થી લઇને ઇન્ડિયન પ્રીમિયર લીગ સુધી હૉસ્ટ કરી ચૂકી છે. આ ઉપરાંત સંજના કોલકત્તા નાઇટ રાઇડર્સની એન્કર પર રહી છે. સંજનાએ વર્ષ 2013માં ફેમિના ગૉર્જિયસનો ખિતાબ પણ જીત્યો હતો.