Asia Cup 2023: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, અચાનક મુંબઈ પરત ફર્યો બુમરાહ, શું એશિયા કપમાંથી થયો બહાર ?
એશિયા કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કોલંબોથી મુંબઈ આવ્યો છે.
![Asia Cup 2023: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, અચાનક મુંબઈ પરત ફર્યો બુમરાહ, શું એશિયા કપમાંથી થયો બહાર ? jasprit bumrah has left for mumbai today from colombo for personal reasons asia cup 2023 Asia Cup 2023: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, અચાનક મુંબઈ પરત ફર્યો બુમરાહ, શું એશિયા કપમાંથી થયો બહાર ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/d26658490a9006567d10b61cb2f89903169375811583978_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jasprit Bumrah Latest: એશિયા કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કોલંબોથી મુંબઈ આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જસપ્રીત બુમરાહ પોતાના અંગત કારણોસર ભારત પરત ફર્યો છે. જો કે, જસપ્રિત બુમરાહના કોલંબોથી અચાનક મુંબઈ પરત ફરવાનું કારણ શું છે તે હજુ સુધી સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું નથી. પરંતુ ફાસ્ટ બોલરનું ભારત પરત ફરવું રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ તેમજ ચાહકો માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે.
ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો
એશિયા કપમાં શનિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હતી. જસપ્રીત બુમરાહ પાકિસ્તાન સામે બેટિંગ કરવા આવ્યો હતો. જો કે જસપ્રીત બુમરાહને વરસાદને કારણે બોલિંગ કરવાની તક મળી ન હતી. ભારતીય ટીમ સોમવારે નેપાળ સામે રમશે. આ પછી સુપર-4 રાઉન્ડ રમાશે. એશિયા કપમાં 6 સપ્ટેમ્બરથી સુપર-4 રાઉન્ડ સામે રમાશે.
આયર્લેન્ડ સિરીઝથી થઈ વાપસી...
તાજેતરમાં જ જસપ્રીત બુમરાહે આયર્લેન્ડ સામેની શ્રેણીમાંથી વાપસી કરી હતી. આ સીરીઝમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. આ પહેલા જસપ્રીત બુમરાહ ઈજાના કારણે મેદાનથી દૂર હતો. આ કારણે તે IPL 2023નો ભાગ નહોતો. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસી બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ હવે ફેન્સને નિરાશ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. જસપ્રિત બુમરાહના નેતૃત્વમાં ભારતીય બોલિંગ આક્રમણ ખૂબ જ મજબૂત માનવામાં આવતું હતું, પરંતુ હવે ટીમ ઈન્ડિયાએ જસપ્રિત બુમરાહ વગર મેદાનમાં ઉતરવુ પડશે.
એશિયા કપના ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે (2 સપ્ટેમ્બર) મેચ રમાઈ હતી. વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. ભારતીય ટીમને બેટિંગ કરવાની પૂરી તક મળી હતી, પરંતુ બાબર આઝમની ટીમ એક પણ બોલ રમી શકી નહોતી. પાકિસ્તાને ઓપનિંગ મેચમાં નેપાળને 238 રનથી હરાવીને મોટી જીત હાંસલ કરી હતી.
મેચમાં શું થયું?
હાર્દિક પંડ્યા (87) અને ઈશાન કિશન (82) વચ્ચે પાંચમી વિકેટ માટે 138 રનની રેકોર્ડ ભાગીદારીથી ભારતે શનિવારે એશિયા કપ મેચમાં પાકિસ્તાનને 267 રનનો પડકાર આપ્યો હતો. શાહીન શાહ આફ્રિદીની આગેવાનીમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ તમામ દસ વિકેટો ઝડપી હતી. શાહિને 35 રનમાં ચાર વિકેટ લીધી હતી. તેના સિવાય હરિસ રઉફ અને નસીમ શાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. શાહીન આફ્રિદી અને હરિસ રઉફ સામે ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (22 બોલમાં 11 રન), શુભમન ગિલ (32 બોલમાં 10 રન), વિરાટ કોહલી (સાત બોલમાં ચાર રન) અને શ્રેયસ અય્યર (નવ બોલમાં 14 રન), જેઓ આ મેચમાં ઈજામાંથી સાજા થયા બાદ પરત ફર્યા હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)