IPL 2024: બુમરાહે શરૂ કરી નવી ઈનિંગ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી જાણકારી
બુમરાહનું કહેવું છે કે તેઓ એવું કન્ટેન્ટ બતાવશે જે કદાચ તમે પહેલાં નહીં જોયું હોય.
Jasprit Bumrah IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો ઘાતક બોલર જસપ્રીત બુમરાહ ફોર્મમાં છે. IPL 2024માં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે હાલમાં ટોચ પર છે. બુમરાહે 8 મેચમાં 13 વિકેટ લીધી છે. બુમરાહે આઈપીએલની મધ્યમાં એક નવું કામ શરૂ કર્યું છે. તેણે પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે. બુમરાહ એક નવા રોલમાં જોવા મળશે. તેણે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી છે. બુમરાહનું કહેવું છે કે તેઓ એવું કન્ટેન્ટ બતાવશે જે કદાચ તમે પહેલાં નહીં જોયું હોય.
બુમરાહે X પર એક પોસ્ટ શેર કરી છે. આ દ્વારા તેણે જણાવ્યું કે તેણે એક યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે. બુમરાહે X પર લખ્યું, “હેલો, હું જણાવવા માંગુ છું કે મેં મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે. અહીં તમને એવું કન્ટેન્ટ મળશે જે કદાચ તમે પહેલાં નહીં જોયું હોય.'' બુમરાહની આ X પોસ્ટને ખૂબ જ ઓછા સમયમાં લગભગ 8 હજારથી વધુ લોકોએ પસંદ કરી હતી. ઘણા ચાહકોએ પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી છે.
Hello everyone, I just wanted to come here and announce that I've officially launched my own YouTube channel. It's got content that you haven't seen before and a sneak peek into my life. So click the link below and join me on my journey. See you there. https://t.co/UoOD4UkDyR
— Jasprit Bumrah (@Jaspritbumrah93) April 26, 2024
IPL 2024માં કેવો છે બુમરાહનો દેખાવ
બુમરાહ ફોર્મમાં છે. તેણે IPL 2024માં અત્યાર સુધી 8 મેચ રમી છે અને 13 વિકેટ લીધી છે. બુમરાહ પાસે હાલમાં આ સિઝનની પર્પલ કેપ છે. તેણે પંજાબ કિંગ્સ સામે 21 રનમાં 3 વિકેટ લીધી હતી. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 21 રન આપીને 5 વિકેટ લીધી હતી. બુમરાહે દિલ્હી સામે પણ 2 વિકેટ લીધી હતી.
બુમરાહની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનું આ સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ મુંબઈએ આ સમયગાળા દરમિયાન 8 મેચ રમી છે અને માત્ર 3 મેચ જીતી છે. તેને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈએ પંજાબ, બેંગ્લોર અને દિલ્હી સામે જીત નોંધાવી હતી. છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 9 વિકેટે પરાજય થયો હતો. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી.