શોધખોળ કરો

IND vs AUS: 6 વિકેટ લઈ બુમરાહે તહેલકો મચાવ્યો, ઓસ્ટ્રેલિયામાં આવો મહારેકોર્ડ બનાવનાર માત્ર બીજો ભારતીય 

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા છે. જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.

Jasprit Bumrah Wickets In Australia : ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા છે. જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્રથમ દાવમાં 6 વિકેટ લીધી છે. તેને અન્ય બોલરોનો સાથ મળી શક્યો ન હતો. આ કારણોસર તે મેચમાં એકલો પડી ગયો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ તેનો સ્પેલ કોઈપણ રીતે પસાર  કર્યો, પરંતુ અન્ય બોલરો સામે ઘણા રન બનાવ્યા હતા.

બુમરાહ માત્ર કપિલ દેવથી પાછળ છે

જસપ્રિત બુમરાહે ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 28 ઓવર નાખી અને 76 રન આપ્યા અને 6 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની 12મી પાંચ વિકેટ છે. શાનદાર બોલિંગ સાથે તેણે ઓસ્ટ્રેલિયામાં તેની 50 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે અને તે ઓસ્ટ્રેલિયામાં 50 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો માત્ર બીજો ભારતીય બન્યો છે. તેમના પહેલા કપિલ દેવે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 51 ટેસ્ટ વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ભારતીય બોલરો:

કપિલ દેવ- 51 વિકેટ
જસપ્રીત બુમરાહ- 50 વિકેટ
અનિલ કુંબલે- 49 વિકેટ
રવિચંદ્રન અશ્વિન - 40 વિકેટ
બિશન સિંહ બેદી- 35 વિકેટ

રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી હતી

જસપ્રીત બુમરાહ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ સારું રમી રહ્યો છે અને ટીમ ઈન્ડિયા માટે સંકટ મોચન સાબિત થયો છે. હવે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે અને તેણે રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી લીધી છે. બુમરાહે WTC 2023-25માં કુલ 63 વિકેટ લીધી છે. અશ્વિને પણ એટલી જ વિકેટ લીધી છે.

WTC 2023-25માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો:

જસપ્રીત બુમરાહ - 63 વિકેટ
રવિચંદ્રન અશ્વિન - 63 વિકેટ
મિચેલ સ્ટાર્ક-61 વિકેટ
પેટ કમિન્સ-58 વિકેટ
જોશ હેઝલવુડ-57 વિકેટ  

બુમરાહે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો

જસપ્રિત બુમરાહે ગાબા સ્ટેડિયમમાં રમતના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી, ત્યારે તેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. બુમરાહે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એટલે કે સેના દેશોમાં 8મી વખત ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 5 વિકેટ લીધી છે. અગાઉ આ રેકોર્ડ કપિલ દેવના નામે હતો, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની કારકિર્દી દરમિયાન કુલ 7 વખત SENA  દેશોમાં એક ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. એશિયન બોલર તરીકે, જસપ્રિત બુમરાહે ઇમરાન ખાનની બરાબરી કરી છે, જેણે SENA  દેશોમાં 8 વખત એક ઇનિંગમાં 5 વિકેટ પણ લીધી હતી. આ યાદીમાં વસીમ અકરમનું નામ નંબર વન છે, જે 11 વખત આ કારનામું કરવામાં સફળ રહ્યો હતો. 

India WTC Final Scenario: વરસાદના કારણે રદ થાય ગાબા ટેસ્ટ, તો કઈ રીતે WTC ફાઈનલમાં પહોંચશે ટીમ ઈન્ડિયા ? જાણો સમીકરણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Embed widget