શોધખોળ કરો
Advertisement
અમિત શાહના પુત્ર જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કઈ મોટી સંસ્થાના પ્રમુખ બન્યા? પાકિસ્તાને ના આપ્યો મત..
બાંગ્લાદેશના ક્રિકેટ એસોસિએશનના ચીફ નજમુલ હસન પોપોનની બે વર્ષની પ્રમુખ મુદત પૂરી થતા એશિયાના સભ્ય એસોસિએશનોએ તેમના સ્થાને 32 વર્ષીય જય શાહવે પ્રમુખ બનાવ્યા છે
નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહની એશિયન ક્રિકેટ કાઉન્સિલના (એસીસી) પ્રમુખ તરીકે વરણી થઈ છે.
બાંગ્લાદેશના ક્રિકેટ એસોસિએશનના ચીફ નજમુલ હસન પોપોનની બે વર્ષની પ્રમુખ મુદત પૂરી થતા એશિયાના સભ્ય એસોસિએશનોએ તેમના સ્થાને 32 વર્ષીય જય શાહવે પ્રમુખ બનાવ્યા છે. જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ઇતિહાસના સૌથી યુવા પ્રમુખ છે. એસીસીમાં 24 એસોસીએશન સભ્ય છે અને આ પૈકી 19 એસોસિએશનના પ્રતિનિધી હાજર હતા. તેમાંથી પાકિસ્તાન સિવાયના 18 મત જય શાહને મળ્યા હતા.
એશિયન દેશોમાં ક્રિકેટના વિકાસ માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ એસીસી કરે છે. 2020મા કોરોનાના કારણે મોકૂફ રખાયેલો એશિયા કપ હવે 2021માં યોજવાની જવાબદારી જય શાહના નેતૃત્વ હેઠળની એસીસીની રહેશે. રોટેશન પ્રમાણે પાકિસ્તાન એશિયા કપનું યજમાન બનવાનું હતું પણ ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધ નહી હોઈ હવે શ્રીલંકા કે બાંગ્લાદેશ યોજાઈ શકે છે. જય શાહ સામે આ આયોજન પડકારરૃપ રહેશે. મોટા ભાગે આગામી જૂનમાં વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડર વચ્ચે એશિયાકપ યોજાશે. સામાન્ય રીતે એશિયામાં ફૂલ મેમ્બર્સ ધરાવતા એસોસીએશનમાંથી જે તે ક્રિકેટ બોર્ડના પ્રમુખ એસીસીના પ્રમુખ બનતા હોય છે. પણ જય શાહ બીસીસીઆઇના એસીસીમાં પ્રતિનિધિ તરીકે એજીએમમાં જાહેર થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement