શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીનો ફની ડાન્સ જોઇને જોફ્રા આર્ચરે કર્યુ મજેદાર ટ્વીટ, જાણો શું કર્યું
દરેક ટીમોના ખેલાડીઓ બાયૉ બબલની વચ્ચે રમી રહ્યાં છે. જેના કારણે દરેક ખેલાડીઓ સાથી ખેલાડીઓ સાથે મસ્તી કરી રહ્યાં છે. તાજેતરમાંજ આવો એક વીડિયો વિરાટ કોહલીને વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન આ વખતે યુએઇમાં રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટ અડધી પુરી થઇ ગઇ છે. ટૂર્નામેન્ટ દિવસે દિવસે રોમાંચક થઇ રહી છે.
દરેક ટીમોના ખેલાડીઓ બાયૉ બબલની વચ્ચે રમી રહ્યાં છે. જેના કારણે દરેક ખેલાડીઓ સાથી ખેલાડીઓ સાથે મસ્તી કરી રહ્યાં છે. તાજેતરમાંજ આવો એક વીડિયો વિરાટ કોહલીને વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે.
વિરાટ કોહલીનો મેદાન પરનો એક અજબગજબ ડાન્સ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ બેઠા બેઠા ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. વિરાટના ડાન્સ પર રાજસ્થાન રૉયલ્સના ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરે મજેદાર કૉમેન્ટ કરી છે. ખરેખરમાં વિરાટનો આ વીડિયો કોઇ ફેન્સે ટ્વીટર પર શેર કર્યો છે. આર્ચરે આ વીડિયો પર કૉમેન્ટ કરતા લખ્યુ- જ્યારે તે તમને કહે કે તમે જાઓ અને દરવાજો બંધ કરીને જાઓ.
જોફ્રા આર્ચરની આ મજેદાર કૉમેન્ટ બાદ ફેન્સ પણ આ વીડિયો પર જબરદસ્ત રિએક્શન આપી રહ્યાં છે. આ વીડિયો કિંગ્સ ઇલેવન પંજાબ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચમાં ટૉસ પહેલાનો છે. જોકે, આવુ પહેલીવાર નથી બન્યુ કે વિરાટે મેદાન પર ડાન્સ કર્યો હતો.
ffs Kohli 😭😂 pic.twitter.com/rrdP48e8Tv
— Jatin (@LogicalBakwaas) October 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement