શોધખોળ કરો
Advertisement
આઇપીએલ રમી રહેલા કયા ખેલાડીએ ભારતનો સૌથી ફાસ્ટ બૉલર બનવાનો દાવો કર્યો? જાણો વિગતે
રાજસ્થાનના બાડમેરનો આ 20 વર્ષીય યુવા આ વખતે આઇપીએલમાં પોતાનુ પુરેપુરુ દમખમ બતાવવા માંગે છે. આઇપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થઇને 10 નવેમ્બરે પુરી થશે
નવી દિલ્હીઃ આઇપીએલમાં ઘણા એવા ક્રિકેટરો છે, જે પોતાની રમતને લઇને નેશનલ ટીમમાં જગ્યા બનાવી ચૂક્યા છે. હવે આ કડીમાં વધુ ખેલાડી ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવાનુ વિચારી રહ્યો છે. આઇપીએલમાં કોલક્તા તરફથી ડેબ્યૂ કરવા ઇચ્છતા ફાસ્ટ બૉલર કમલેશ નાગરકોટીએ એક મોટુ નિવેદન આપ્યુ છે. તેનુ કહેવુ છે કે તે ભારતનો સૌથી ફાસ્ટ બૉલર બનવા માંગે છે.
કમલેશ નાગરકોટીને પોતાની કેરિયરમાં કેટલાક મોટા ઝટકા લાગ્યા પરંતુ યુવા ક્રિકેટર હંમેશા આગળ વધ્યો છે. આ વર્ષના આઇપીએલના ટૉપ ફાસ્ટ બૉલર કમલેશ નાગરકોટીએ કહ્યું કે તે ભારતનો સૌથી ફાસ્ટ બૉલર બનશે. વર્ષ 2018માં અંડર-19 વર્લ્ડકપમાં પોતાની ઘાતક બૉલિંગથી બધાને ચોંકાવનારો કમલેશ નાગરકોટી આ વખતે કોલક્તા નાઇટ રાઇડર્સની ટીમ તરફથી ડેબ્યૂ કરશે. ઇજાઓના કારણે નાગરકોટી 2018ની આઇપીએલની આખી સિઝન ન હતો રમી શક્યો.
20 વર્ષા ફાસ્ટ બૉલર કમલેશ નાગરકોટીએ kkr.inને જણાવ્યુ કે, હુ, હુ ભારતનો સૌથી ફાસ્ટ બૉલર બનાવા માંગુ છુ, મને ખબર છે કે ત્યાં સુધી પહોંચવુ ખુબ મુશ્કેલ છે. જો તમે નિયમિત રીતે આના પર કામ કરશો તો તે સપનુ પુરુ થશે. એટલા માટે હુ સખત મહેનત કરી રહ્યો છું, અને ભારતનો સૌથી ફાસ્ટ બૉલર બનવા માંગુ છુ.
રાજસ્થાનના બાડમેરનો આ 20 વર્ષીય યુવા આ વખતે આઇપીએલમાં પોતાનુ પુરેપુરુ દમખમ બતાવવા માંગે છે. આઇપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થઇને 10 નવેમ્બરે પુરી થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion