શોધખોળ કરો
Advertisement
Curfewમાં કાર લઈને બજારમાં નીકળ્યો આ ભારતીય ક્રિકેટર, પોલીસે સ્થળ પર જ ફટકાર્યો દંડ
તે ટીમ ઇન્ડિયા તરફથી 3 વન-ડે અને 1 ટી-20 રમ્યો છે. આ સિવાય તે આઈપીએલમાં પંજાબ અને મુંબઈ ટીમોનો સભ્ય પણ રહ્યો છે.
નવી દિલ્હીઃ કર્ફ્યૂ દરમિયાન મળેલી છૂટ સમયે રસ્તા પર ગાડી લઈને નીકળવું ક્રિકેટર ઋષિ ધવનને ભારે પડ્યું છે. મંડી પોલીસે સ્થળ પર જ 500 રૂપિયાનો દંડ વસુલ્યો. ઋષિ ધવન ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહ્યા છે. તે પોતાની કારમાં બેંક જવા માટે નીકળ્યા હતા. અંદાજે 12.48 કલાકે શહેરના ગાધી ચોક પર પોલીસ અધિકારી વિનોદ કુમારની આગેવાનીમાં પોલીસ વાહનોની તપાસ કરવા માટે ચેક પોસ્ટ બનાવી હતી. કર્ફ્યૂમાં છૂટ દરમિયાન પાસ વગર રસ્તા પર દોડી રહેલ વાહનોને રોકી તેની તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ક્રિકેટર ઋષિ ધવન સ્કૂલ બજાર તરફથી પોતાની કારમાં આવ્યા.
પોલીસ જવાનોએ તેની કારને રોકવાનો ઈશારો કર્યો. કાર રોકવા પર પોલીસે ઋષિ ધવનને મંજૂરી પાસ બતાવવા માટે કહ્યું. તેણે પોલીસને કહ્યું કે તેની પાસે કોઈ મંજૂરી નથી. હાલમાં કર્ફ્યૂમાં છૂટનો સમય છે. મંજૂરી ક્યાંથી મળશે. ક્યાં અરજી કરવાની હોય છે? પોલીસે તેને મંજૂરી માટે ઓનલાઈન અરજી કરવાની સલાહ આપી.
પોલીસે ઋષિ ધવનને પૂછ્યું તે કાર લઈને ક્યાં જઈ રહ્યો છે તો તેણે જવાબ આપ્યો કે તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ગાંધી ચોકની બ્રાન્ચમાં કોઈ કામથી જઈ રહ્યો છે. પોલીસે તેને કહ્યું કે, ભલે કર્ફ્યૂમાં છૂટ હોય, પરંતુ કાર લઈને જવાની મંજૂરી નથી. ડીએના આદેશના ઉલ્લંઘન પર તેના પર 500 રૂપિયાનો દંડ લગાડવામાં આવ્યો. ઋષિ ધવન આ દંડ ભરીને કાર લઈને નીકળી ગયો હતો.
અન્ય લોકોને કર્ફ્યૂં દરમિયાન ચાલીને જ જવા કહેવામાં આવ્યું છે. જોકે ઋષિ ધવન ગાડી લઈને બજારમાં પહોંચી ગયો હતો. જેના પર મંડી પોલીસે કાર્યવાહી કરી હતી.
ઋષિ ધવન ટીમ ઇન્ડિયામાં રમી ચૂક્યો છે. તે ટીમ ઇન્ડિયા તરફથી 3 વન-ડે અને 1 ટી-20 રમ્યો છે. આ સિવાય તે આઈપીએલમાં પંજાબ અને મુંબઈ ટીમોનો સભ્ય પણ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion