શોધખોળ કરો

Cricket: ભારતના આ બેટ્સમેને 200ની સ્ટ્રાઇક રેટથી ફટકારી તાબડતોડ સદી, લોકો રહી ગયા જોતા, જુઓ........

મહારાષ્ટ્ર વિરુદ્ધ રમાયેલી મેચમાં દેવદત્ત પડિક્કલ ઓપનિંગ કરવા ઉતર્યો હતો. આ દરમિયાન તેને 62 બૉલ રમ્યા અને અણનમ 124 રન બનાવ્યા. આ ઇનિંગમાં 14 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા.

Devdutt Padikkal Century Karnataka vs Maharashtra: ટીમ ઇન્ડિયા માટે બે ટી20 મેચ રમી ચૂકેલી બેટ્સમેન દેવદત્ત પડિક્કલે ફરી એકવાર બેટથી ધમાલ મચાવી દીધી છે. હાલમાં ચાલી રહેલી સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી 2022માં દેવદત્ત પડિક્કલે ધારદાર બેટિંગનો પરચો કરાવ્યો છે, અત્યારે દેવદત્ત પડિક્કલ કર્ણાટક માટે રમી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં તેને મહારાષ્ટ્ર વિરુદ્ધ રમતા શાનદાર બેટિંગ કરી છે, બુધવારે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી 20202ની એક મેચમાં તેને અણનમ સદી ફટકારી અને તે પણ 200ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા હતા. 

મહારાષ્ટ્ર વિરુદ્ધ રમાયેલી મેચમાં દેવદત્ત પડિક્કલ ઓપનિંગ કરવા ઉતર્યો હતો. આ દરમિયાન તેને 62 બૉલ રમ્યા અને અણનમ 124 રન બનાવ્યા. આ ઇનિંગમાં 14 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. આ મેચમાં મનીષ પાંડેએ પણ 38 બૉલમાં 50 રન બનાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકે 20 ઓવરોમાં 2 વિકેટના નુકશાને 215 રન બનાવ્યા. આ દરમિયાન દેવદત્ત પડિક્કલ અને પાંડેએ શાનદાર ઇનિંગ રમી. આના જવાબમાં મહારાષ્ટ્રે 20 ઓવરોમાં 8 વિકેટે 116 રન બનાવ્યા. ટીમ માટે સૌથી વધુ 47 રન દિવ્યાંગે બનાવ્યા. કર્ણાટક માટે કવેપ્પાએ 4 ઓવરોમાં 19 રન આપીને 3 વિકેટો ઝડપી, વિજય કુમારે 3 ઓવરોમાં 20 રન આપીને 2 વિકેટો ઝડપી હતી. શ્રેયસ ગોપાલને પણ એક સફળતા મળી હતી. 

T20 WC In Cinema: હવે તમે INOX સિનેમાઘરોમાં T20 WC લાઇવ માણી શકશો, ICC સાથે કર્યો કરાર
T20 WC In Cinema: ક્રિકેટની મજા હવે મોટા પડદે જોવા મળશે. ક્રિકેટ પ્રેમીઓ ઈચ્છે છે કે મેચ ટોકીઝ જેવી સ્ક્રીન પર જોવા મળે. સમયાંતરે ઘણી સંસ્થાઓ કે લોકો જાહેર સ્થળોએ મોટી સ્ક્રીન ગોઠવે છે. પરંતુ તેને સિનેમા હોલ જેવું વાતાવરણ મળતું નથી. ત્યારે હવે લોકોની આ ઇચ્છા પણ પૂરી થવા જઈ રહી છે. અગ્રણી મલ્ટિપ્લેક્સ ચેઇન INOX Leisure Ltd. આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માં ભારત દ્વારા રમાતી તમામ મેચોને સમગ્ર દેશમાં તેના સિનેમા હોલમાં લાઇવ-સ્ક્રીન કરશે. આઇનોક્સ લેઝરએ એક નિવેદનમાં કહ્યું કે તેણે આ સંબંધમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

23 ઓક્ટોબરથી પાકિસ્તાન સામેની પ્રથમ મેચનું પ્રસારણ થશે

INOX 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની તેમની પ્રથમ મેચથી શરૂ કરીને 'ટીમ ઈન્ડિયા' દ્વારા રમાતી તમામ ગ્રુપ મેચો દર્શાવશે. ત્યાર બાદ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. ડીલ અનુસાર 25 થી વધુ શહેરોમાં INOX મલ્ટીપ્લેક્સમાં લાઈવ મેચો બતાવવામાં આવશે. ICC મેન્સ T20 વર્લ્ડ કપની આઠમી આવૃત્તિ 16 ઓક્ટોબરથી શરૂ થશે, સુપર 12 સ્ટેજ 22 ઓક્ટોબરથી શરૂ થશે. ફાઈનલ 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાવાની છે.

INOX લેઝરના ચીફ ઓપરેટિંગ ઓફિસર આનંદ વિશાલે જણાવ્યું હતું કે, "થિયેટરોમાં ક્રિકેટનું સ્ક્રીનિંગ કરીને, અમે આપણા દેશમાં સૌથી વધુ પ્રિય રમત એટલે કે ક્રિકેટ સાથે વિશાળ સ્ક્રીન અનુભવ અને ગરજતા અવાજનો રોમાંચ એકસાથે લાવી રહ્યા છીએ. વિશ્વ કપ સાથે સંયોજન હશે, જે ક્રિકેટ પ્રેમીઓ માટે વર્ચ્યુઅલ ટ્રીટમાં પરિણમશે."

INOX 165 મલ્ટિપ્લેક્સ, 705 સ્ક્રીન સાથે 74 શહેરોમાં કાર્યરત છે અને સમગ્ર ભારતમાં 1.57 લાખ બેઠકોની કુલ ક્ષમતા ધરાવે છે. આ વર્ષની શરૂઆતમાં માર્ચમાં, INOX Leisure અને PVR એ દેશની સૌથી મોટી મલ્ટિપ્લેક્સ શ્રેણી બનાવવા માટે મર્જરની જાહેરાત કરી હતી.

ICC T20 વર્લ્ડ કપ એ ક્રિકેટનું સૌથી રોમાંચક અને મનોરંજક ફોર્મેટ છે. T20 વર્લ્ડ કપ દર બે વર્ષે યોજાય છે. છેલ્લો વર્લ્ડ કપ T20 2020 ભારતમાં યોજાવાનો હતો પરંતુ કોરોનાને કારણે તેને 2021 સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ 2021 ટૂર્નામેન્ટ જીતી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ પહેલા ઓસ્ટ્રેલિયા માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Manmohan Singh: ડૉક્ટર મનમોહન સિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી કર્યો હતો અભ્યાસ, જાણો કેટલા મળ્યા હતા પુરસ્કાર?
Manmohan Singh: ડૉક્ટર મનમોહન સિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી કર્યો હતો અભ્યાસ, જાણો કેટલા મળ્યા હતા પુરસ્કાર?
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Embed widget