WPL 2024 Auction: સૌથી મોંઘી ખેલાડી બની કાશવી ગૌતમ, જાણો કેટલા કરોડમાં ગુજરાત જાયન્ટ્સે ખરીદ્યી
વિમેન્સ પ્રીમિયર લીગની આ વખતની હરાજીમાં એક નવો રેકોર્ડ બન્યો છે. અહીં આ લીગના ટૂંકા ઈતિહાસમાં સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી સામે આવી છે.
Most Expensive Uncapped Player In WPL: વિમેન્સ પ્રીમિયર લીગની આ વખતની હરાજીમાં એક નવો રેકોર્ડ બન્યો છે. અહીં આ લીગના ટૂંકા ઈતિહાસમાં સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી સામે આવી છે. આ ખેલાડીનું નામ કાશવી ગૌતમ છે. કાશવીએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી. આમ છતાં તેને હરાજીમાં 2 કરોડ રૂપિયા મળ્યા. ગુજરાત જાયન્ટ્સે તેને પોતાની ટીમનો ભાગ બનાવી છે.
કાશવીએ આ જ હરાજીમાં થોડા સમય પહેલા વૃંદા દિનેશ દ્વારા બનાવેલ સૌથી મોંઘી અનકેપ્ડ પ્લેયરનો રેકોર્ડ તોડ્યો હતો. વૃંદાએ પણ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો નથી પરંતુ યુપી વોરિયર્સે તેને રૂ. 1.30 કરોડની મોટી રકમ સાથે પોતાની ટીમમાં સામેલ કરી છે. હરાજી પહેલા જ આ બંને ખેલાડીઓને ઉંચી કિંમતે વેચવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
A bid to remember!
— Women's Premier League (WPL) (@wplt20) December 9, 2023
Gujarat Giants win the bidding war to get Kashvee Gautam for INR 2 Cr 🔥🔥#TATAWPLAuction | @TataCompanies pic.twitter.com/JUlusSI9M8
અંડર-19માં તબાહી મચાવીને હેડલાઈન્સ બનાવી હતી
આ 20 વર્ષની બોલરે વર્ષ 2020માં પોતાનું નામ ચર્ચામાં લાવ્યું હતું. ડોમેસ્ટિક ક્રિકેટમાં, તેણે અંડર-19 મહિલા ODI ટૂર્નામેન્ટની મેચમાં હેટ્રિક સાથે તમામ 10 વિકેટો લીધી હતી. તેણે સિનિયર મહિલા T20 ટ્રોફીમાં 7 મેચમાં 12 વિકેટ પણ લીધી હતી. તાજેતરમાં, તેણે ઇન્ડિયા-એ માટે રમતી વખતે પણ સારું પ્રદર્શન કર્યું હતું. આ બોલરે ઈંગ્લેન્ડ-A સામેની બે T20 મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
વૃંદા દિનેશ બીજા નંબરની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી છે
22 વર્ષની વૃંદા ટોપ ઓર્ડર બેટ્સમેન છે. તાજેતરમાં જ તેને ઈન્ડિયા-એ ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે ઑફ-સિઝનમાં પાંચેય ફ્રેન્ચાઇઝીઓને ટ્રાયલ આપી. વૃંદા આ વર્ષની શરૂઆતમાં વરિષ્ઠ મહિલા ODI સ્પર્ધામાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. યુપી વોરિયર્સે તેને 1.30 કરોડ રૂપિયામાં ખરીદ્યી છે.
શ્વભરના ઘણા સ્ટાર ખેલાડીઓને હરાજીમાં તક મળી અને કેટલાક પાંચ ફ્રેન્ચાઈઝી દ્વારા પસંદ કરવામાં સફળ રહ્યા. હવે આ આવૃત્તિની બીજી હરાજી આજે મુંબઈમાં થઈ હતી. પાંચ ફ્રેન્ચાઇઝીએ બાકીની રકમ સાથે તેમની ટીમો પૂર્ણ કરી. 2024 ની મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં કાશવી ગૌતમે ઇતિહાસ રચ્યો હતો. કારણ કે તે ગુજરાત જાયન્ટ્સ તરફથી 2 કરોડ મેળવીને હરાજીમાં સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની હતી.
વુમન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન માટે એનાબેલ સધરલેન્ડ અને કાશવી ગૌતમ સૌથી મોંઘા ખેલાડી હતા. એનાબેલ સધરલેન્ડને દિલ્હીએ અને કાશવીને ગુજરાતે રૂ. 2 કરોડમાં ખરીદ્યી હતી. વૃંદા દિનેશને યુપી વોરિયર્સે 1.3 કરોડમાં ખરીદ્યી હતી. શબનીમ ઇસ્માઇલને મુંબઇએ 1.2 કરોડમાં, ફોબી લિચફિલ્ડને ગુજરાતે 1 કરોડમાં ખરીદ્યી હતી. હતો. આ પાંચેય આ હરાજીના સૌથી મોંઘા ખેલાડી રહ્યા હતા. આ હરાજી પહેલા કુલ 30 સ્લોટ ખાલી હતા અને 165 ખેલાડીઓમાંથી માત્ર 30 જ વેચાયા હતા. તમામ ટીમોના 18-18 ખેલાડીઓ પૂર્ણ થયા છે. એક ટીમમાં વધુમાં વધુ છ વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે.