શોધખોળ કરો

શું KKRને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યરની થશે છુટ્ટી, મુંબઈ ઈન્ડિયન્સનો ધાકડ ખેલાડી બની શકે છે કોલકાતાનો કેપ્ટન

IPL 2025, KKR New Captain: કેકેઆર કેમ્પમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે IPL 2024માં કોલકાતાને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યર તેની કેપ્ટનશિપ ગુમાવશે.

IPL 2025, Suryakumar Yadav, KKR New Captain: આઈપીએલ 2024માં ટાઈટલ જીતનાર કોલકાતા નાઈટ રાઈડર્સ મોટી યોજનાઓ બનાવી રહી છે. ફ્રેન્ચાઇઝી તેના ચેમ્પિયન કેપ્ટનને બદલવાની છે. સમાચાર છે કે શ્રેયસ અય્યર IPL 2025માં KKRનો કેપ્ટન નહીં હોય. હવે ટીમને ઐયરની જગ્યાએ નવો કેપ્ટન મળશે. ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે.

રિપોર્ટ અનુસાર કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવનો સંપર્ક કર્યો છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેકેઆરએ સૂર્યકુમારને કેપ્ટનશિપની ઓફર કરી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સૂર્યકુમાર યાદવને KKRનો કેપ્ટન બનાવવાની માહિતી આપવામાં આવી છે.

33 વર્ષીય સૂર્યકુમાર યાદવ IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો. તે લાંબા સમયથી મુંબઈ માટે રમી રહ્યો છે. સૂર્યકુમાર હવે T20 ઈન્ટરનેશનલમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે અને તે T20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ છે. તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી પણ ચૂક્યો છે.

સૂર્યકુમાર ટ્રેડ દ્વારા કોલકાતા આવી શકે છે

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે. અગાઉ મેગા ઓક્શનમાં ટીમો માત્ર ચાર ખેલાડીઓને જાળવી શકતી હતી. જો કે, એવા સમાચાર છે કે હવે IPLએ ટીમોને છ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં તમામ ટીમોએ છ ખેલાડીઓને રિટેન કરવા પડશે અને બાકીના ખેલાડીઓને છોડવા પડશે. KKR સૂર્યકુમાર યાદવને મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટ્રેડ કરી શકે છે. ટ્રેડ ડીલમાં KKRનો ખેલાડી મુંબઈ જઈ શકે છે અથવા KKR સૂર્યાના પૈસા મુંબઈને આપી શકે છે.

અગાઉ એવા ઘણા અહેવાલ હતા કે સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સના ઘણા નિર્ણયોથી ખુશ નથી. એવા સમાચાર પણ હતા કે મુંબઈ આગામી સિઝન પહેલા સૂર્યાને રિલીઝ કરશે. જોકે, જ્યારે સૂર્યકુમાર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો ત્યારે એવા અહેવાલો આવ્યા હતા કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકની જગ્યાએ સૂર્યકુમારને કેપ્ટન બનાવશે. આ ક્ષણે ગમે તે થાય, IPL 2025 ઘણી રીતે ખૂબ જ રોમાંચક બનવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો...

IPL 2025માં મોટી ભુમિકામાં જોવા મળશે યુવરાજ સિંહ, આ ફ્રેન્ચાઈસી સાથે ચાલી રહી છે વાત!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch VideoHun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર પુરા કર્યા એક બિલિયન ફોલોઅર્સ
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર પુરા કર્યા એક બિલિયન ફોલોઅર્સ
Embed widget